ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

AAPના ધારાસભ્ય ચૈતર વસાવાને રાજપીપળાથી વડોદરા સેન્ટ્રલ જેલમાં શિફ્ટ કર્યા

Chaitar Vasava conviction: ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, તેમના પત્ની શકુંતલા સહિત નવ લોકોને રાજપીપળા સેશન્સ કોર્ટે દોષિત જાહેર કરીને સાત વર્ષની કેદની સજા ફટકારી છે. આપના ચૈતર વસાવાએ ફોરેસ્ટના કર્મચારી પર હુમલાના કેસમાં સજા સંભળાવવામાં આવી છે. આ કેસમાં સેશન્સ કોર્ટે ચૈતર વસાવા, પત્ની શકુંતલા સહિત નવ આરોપીને દોષિત જાહેર કર્યા છે.
ધારાસભ્ય ચૈતર વસાવા અને અન્ય આરોપીને રાજપીપળા જિલ્લા જેલમાંથી વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે ખસેડવામાં આવ્યા છે. અહીં ધારાસભ્ય ચૈતર વસાવાને 90888 કેદી નંબર ફાળવવામાં આવ્યો છે. આજે તેમને બેરેક પણ ફાળવી દેવામાં આવશે. તો બીજી બાજુ આમ આદમી પાર્ટીની લિગલ સેલ મંગળવારથી જ ગુજરાત હાઈકોર્ટમાં જવાની તૈયારીમાં લાગી ગઈ છે.
આ કેસમાં માત્ર ચૈતર વસાવા જ નહીં, પરંતુ તેમના પત્ની સહિત કુલ 9 આરોપીઓને કોર્ટે દોષિત ઠેરવવામાં આવ્યા છે. વન વિભાગના કર્મચારીઓ પર હુમલો કરવા, સરકારી ફરજમાં રૂકાવટ લાવવા અને હવામાં ફાયરિંગ કરી ધમકાવવાના ગંભીર આક્ષેપો હેઠળ આ ગુનો નોંધાયો હતો જેનો આજે ચુકાદો આવ્યો છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ચૈતર વસાવા ગુજરાત AAPના દિગ્ગજ આદિવાસી નેતા છે. આ ચુકાદા બાદ તેમના ધારાસભ્ય પદ અને આગામી રાજકીય ભવિષ્ય પર મોટું જોખમ મંડરાઈ રહ્યું છે. ત્યારે કોર્ટ દ્વારા હવે આ મામલે સજાની શું જાહેરાત કરવામાં આવે છે તેના પર સૌની નજર ટકેલી છે.
Back to top button