ઉત્તર ગુજરાતગુજરાત

આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા મોરબી હોનારતના દિવંગતોને પાલનપુરમાં અપાઇ શ્રદ્ધાંજલિ

Text To Speech
  • ગુરુનાનક ચોકમાં મીણબત્તી પ્રગટાવી કરાઈ શાંતિ પ્રાર્થના

પાલનપુર : મોરબીની મચ્છુ નદી ઉપર આવેલા ઝૂલતા પૂલની દુર્ઘટના રવિવારે સાંજે ઘટી હતી. આ દુર્ઘટનામાં 140 થી વધુ લોકોના કરુણ મોત નીપજ્યા છે. આ ઘટનાને લઈને સમગ્ર ગુજરાત શોકગ્રસ્ત અને સ્તબ્ધ બની ગયું છે. ત્યારે દિવંગતોના આત્માને શાંતિ મળે તે માટે પાલનપુર ખાતે અંજલી આપવામાં આવી હતી.

 આમ આદમી પાર્ટી-humdekhengenews

 આમ આદમી પાર્ટી-humdekhengenews

પાલનપુરની આમ આદમી પાર્ટીના કાર્યકરોએ મોરબીની આ દુર્ઘટનામાં જેમનું કરુણ મોત નિપજ્યું છે તેવા ભાઈ -બહેનો અને માસુમ ભૂલકાઓના આત્માને પરમ પિતા પરમાત્મા શાંતિ બક્ષે તે માટે પ્રાર્થના કરી હતી.

આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં શહેરના નાગરિકો પણ જોડાયા હતા. જેમને દિવંગતો આત્માની શાંતિ માટે મીણબત્તી પ્રગટાવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

 

આ પણ વાંચો : મોરબી દુર્ઘટનાની જવાબદારી સ્વીકારી મુખ્યમંત્રી રાજીનામું આપે : કોંગ્રેસ નેતા

Back to top button