ગુજરાતટોપ ન્યૂઝ

પોસ્ટઓફિસમાં આધારકાર્ડનો મોબાઈલ નંબર અપડેટ અને લિંક કરી શકાશે

Text To Speech

પોસ્ટઓફિસમાં આધારકાર્ડનો મોબાઈલ નંબર અપડેટ અને લિંક કરી શકાશે. જેમાં આધાર કેન્દ્રો પર ટોકન લઈ લાઈનમાં ઊભા રહેવામાં લોકોને પડતી મુશ્કેલીને ધ્યાને લઈ નિર્ણય કરાયો છે. જેમાં ટોકન લીધા વગર કોઈપણ પ્રકારનું ફોર્મ ભર્યા વગર સંપૂર્ણ ડિજિટલ પ્રોસેસથી કાર્યવાહી કરાશે. તથા સરકારે હવે જિલ્લાની પોસ્ટ ઓફીસોમાં આ સુવિધા શરૂ કરી છે.

આ પણ વાંચો: બરવાળા: લો બોલો નગરપાલિકા દ્વારા PGVCL કચેરીને સીલ કરાઈ

ડીજીટલ પધ્ધતીથી મોબાઈલ નંબર લીંક કે અપડેટ કરી શકાશે

ઝાલાવાડમાં આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લીંકઅપ કરવામાં કે અપડેટ કરવામાં લોકોને મુશ્કેલી પડે છે. આધાર કેન્દ્રો પર મોટી લાઈનો હોવાથી લોકોને ધરમધક્કા થાય છે. ત્યારે સરકારે હવે જિલ્લાની પોસ્ટ ઓફીસોમાં આ સુવીધા શરૂ કરી છે. જેમાં કોઈપણ ફોર્મ ભર્યા વગર કે ટોકન લીધા વગર ડીજીટલ પધ્ધતીથી મોબાઈલ નંબર લીંક કે અપડેટ કરી શકાશે.

ટોકન અપાયા પછી આવતા લોકોને ધરમધક્કા

હાલના સમયમાં આધારકાર્ડ દરેક સરકારી યોજનાઓ સહીતની કામગીરી માટે જરૂરી બન્યુ છે. ત્યારે હજુ સુધી અનેક લોકો એવા છે કે, જેઓના આધારકાર્ડમાં મોબાઈલ નંબર લીંક નથી અથવા તો મોબાઈલ નંબર બદલ્યો હોય તો નવો નંબર અપડેટ કરાવ્યો નથી. ત્યારે જિલ્લાના આધાર કેન્દ્રો પર સમયના અભાવે લોકોને આ કામગીરી કરવામાં મુશકેલી પડે છે. તેમાંય ટોકન અપાયા પછી આવતા લોકોને ધરમધક્કા થાય છે. ત્યારે સરકારે હવે જિલ્લાની હેડ પોસ્ટ ઓફીસ સહીત દરેક બ્રાંચ ઓફીસે આધારકાર્ડમાં મોબાઈલ નંબર લીંક અને અપડેટ કરવાની શરૂઆત કરી છે.

નીયત કરેલ રૂપિયા 50 ફી ચુકવવાની રહેશે

આ અંગે સુપ્રીન્ટેન્ડેન્ટ ઓફ પોસ્ટે જણાવ્યુ કે, આ માટે પોસ્ટ ઓફીસમાં એક નવુ કાઉન્ટર ખોલવામાં આવશે. જેમાં નીયત કરેલ રૂપિયા 50 ફી ચુકવવાની રહેશે. જયારે લોકો કોઈપણ ટોકન લીધા વગર કે ફોર્મ ભર્યા વગર મોબાઈલ નંબર લીંક કે અપડેટ કરાવી શકશે. આ સંપૂર્ણ ડીજીટલ પધ્ધતીથી કામગીરી થશે. જેમાં માત્ર અરજદારે આધારકાર્ડ લઈને આવવાનુ છે, તેનો થમ્બ આપી ઓટીપી દ્વારા આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લીંક કે અપડેટ કરી આપવામાં આવશે.

Back to top button