અમદાવાદ: દુધેશ્વર સ્થિત AMC નાં રિડેવલોપમેન્ટ પ્રોજેક્ટનાં લાભાર્થીઓનાં પ્રશ્નો બાબતે મેયરને લેખિતમાં કરાઈ રજૂઆત

અમદાવાદ 09 જુલાઈ 2024 : ગતરોજ દુધેશ્વર સ્થિત AMC નાં રિડેવલોપમેન્ટ પ્રોજેક્ટનાં લાભાર્થીઓનાં પ્રશ્નો બાબતે સામાજિક કાર્યકર જગદીશ ચાવડા લાભાર્થીઓએ સાથે મળીને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર તેમજ શહેરના મેયર પ્રતિભાબેન જૈનને રૂબરૂ મળી આવેદનપત્ર મારફત લેખિતમાં તમામ પીડિત લાભાર્થીઓને તત્કાલ ન્યાય આપાવવા રજુઆત કરવામાં આવી હતી. જેની તંત્ર દ્વારા પણ યોગ્ય કાર્યવાહી કરવાની ખાત્રી આપવામાં આવી હતી.
સામાજિક કાર્યકર જગદીશ ચાવડાએ પીડિત લાભાર્થીઓ માંગણીઓને ધ્યાનમાં રાખીને મુદા વાઈઝ માંગણીઓ કરી હતી જેમાં,
(1) હમણાં વરસાદની સીઝન આવી જવાને કારણે તમામ પીડિત લાભાથીઓન દિવાળી પહેલા મકાન ખાલી કરાવવામાં નાં આવે તેની ખાસ કાળજી રાખવી
(2) જે પીડિત લાભર્થીઓનાં મકાનોને આર ઝોનમાં નાખીને તેઓને મકાન મળવાને પાત્ર નથી તેવું કહેવામાં આવે છે તેઓ તમામ રહીશોને તંત્ર દ્વારા આવાસ યોજનાનાં કાયદેસરનાં નિયમો આધારે ઉચિત મદદ કરવા વિનંતી
(૩) જે રહીશો પાસે વર્ષ – 2010 થી જુનાં ખૂટતા પુરાવાઓ હોય પરંતુ જે તે મકાનમાં 50 વર્ષથી વસવાટ કરતા હોય તેઓ તમામને નિયમોનુંસાર મદદ કરવામાં આવે
(4) પ્રસાશન દ્વારા તમામ લાભાર્થીઓના ફાઇનલ લિસ્ટની લેખિતમાં જાહેરાત કરવામાં આવે અને તેને જાહેરમાં પ્રસારિત કરવામાં આવે જેથી અસલી લાભાર્થીનાં બદલે કોઈ ડમી લાભર્થી મકાનમાં ગોઠવાઈ નાં જાય અને કોઈ કૌભાંડ નાં થાય
(5) તમામ લાભાર્થીઓને ભાડાપેટે ઓછામાં ઓછા 6 માસનું એડવાન્સ ભાડુ ચૂકવવામાં આવે અને ત્યારબાદ તેઓને જેટલાં વર્ષ સુધી મકાનનો કબ્જો સોંપવામાંના આવે ત્યાં સુધી દર 6 માસે ભાડાપેટે ચેક આપવા કોન્ટ્રાકટર બિલ્ડર તથા પ્રસાશન દ્વારા લેખિત બાંહેધરી આપવામાં આવે
(6) જે પીડિત લાભાર્થીઓને 2 માળનાં મકાનો છે તેમજ જે પીડિત લાભાર્થીઓને એક કરતા વધારે સંતાનો છે જે પુખ્ય આયુ ધરાવે છે તે તમામને પ્રધાનમંત્રી આવાસ યોજનાનાં કાયદેસર નીતિનિયમો મુજબ જરૂરિયાત મુજબનાં મકાનોની ફાળવણી કરવામાં આવે
(7) કોન્ટ્રાકટર બિલ્ડરનાં માથાભારે માણસો દ્વારા અવાર નવાર મકાનો ખાલી કરાવવા માટે ધાક ધમકીઓ આપવામાં આવે છે તે બંધ કરીને લેખિતમાં નોટિસ મારફત વાર્તાલાપ કરવામાં આવે તેવી સમજ બિલ્ડરને આપવા વિનંતી
ઉપરોક્ત તમામ માંગણીઓ અંગે તત્કાલ યોગ્ય પગલાં લેવા તેમજ તંત્ર દ્વારા જે પણ કાર્યવાહી કરવામાં આવે તેની લેખિતમાં કરવાની નમ્ર અપીલ કરાઈ હતી. જોકે મેયર તથા કમિશનર દ્વારા પણ અંગે યોગ્ય નિકાલ કરી આપવાની ખાતરી આપવામાં આવી હતી.
આ પણ વાંચો: ‘ઉમંગ સે પતંગ’ ફાઉન્ડેશન દ્વારા એનજીઓ ઇવેન્ટ ફાઉન્ડેશનના બાળકો માટે સ્પેશિયલ કાર્યક્રમનું આયોજન