અમદાવાદગુજરાતમધ્ય ગુજરાત

‘ઉમંગ સે પતંગ’ ફાઉન્ડેશન દ્વારા એનજીઓ ઇવેન્ટ ફાઉન્ડેશનના બાળકો માટે સ્પેશિયલ કાર્યક્રમનું આયોજન

Text To Speech

અમદાવાદ 09 જુલાઈ 2024 : અમદાવાદના ‘ઉમંગ સે પતંગ’ ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ડિરેક્ટર અસ્મિતા ઠક્કર અને પતંગ હોટલના માલિક ઉમંગ ઠક્કર દ્વારા અમદાવાદનાં એનજીઓ ઇવેન્ટ ફાઉન્ડેશનના બાળકો માટે અમદાવાદના એલિસબ્રીજ ખાતે આવેલી પતંગ હોટલમાં એક સ્પેશિયલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

દર અઠવાડિયે 50 ગરીબ બાળકોને બ્રેકફાસ્ટ કરાવાય છે

હંમેશા સમાજ માટે ઉપયોગી અને પ્રેરણાદાઈ કામો કરનાર’ ઉમંગ સે પતંગ’ ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ડિરેક્ટર અસ્મિતા ઠક્કર અને પતંગ હોટલના માલિક ઉમંગ ઠક્કર દ્વારા અનોખી સામજિક પહેલ કરવામાં આવી છે. પતંગ દ્વારા એક પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, આ પ્રોજેકટ અંતર્ગત તેઓ દર અઠવાડિયે એક એનજીઓની મદદથી ૫૦ ગરીબ બાળકોને પતંગમાં બ્રેકફાસ્ટ કરાવવા માટે લાવી રહ્યા છે, જેથી આ બાળકો ઊંચાઈએથી અમદાવાદનો નજારો માણી શકે.

‘ઉમંગ સે પતંગ’ ફાઉન્ડેશનનો અનોખો સેવા યજ્ઞ

આમ, અમદાવાદની આન, બાન અને શાન ગણાતી એવી હોટલ પતંગમાં એનજીઓ ઇવેન્ટ ફાઉન્ડેશન બાળકો માટે સ્પેશિયલ કાર્યક્રમનું આયોજન કરીને તેમના જીવનમાં ઉત્સાહનો ઉમંગ ભર્યો છે.

આ પણ વાંચો : અમદાવાદની LD એન્જિનિયરિંગ કોલેજના ખંડેર રૂમમાંથી વિદ્યાર્થીનો મૃતહેદ મળ્યો

Back to top button