ટ્રેન્ડિંગવર્લ્ડ

જેલમાં મહિલા અધિકારી પર કેદી સાથે શારીરિક સંબંધ બાંધવાનો લાગ્યો આરોપ

  • મહિલા અધિકારી પર કેદી સાથે શારીરિક સંબંધ બાંધવાનો લાગ્યો આરોપ
  • ઘટનાનો એક વીડિયો પણ પોલીસ સુધી પહોંચ્યો
  • વીડિયો મળ્યા પછી મહિલા જેલ અધિકારી વિરુદ્ધ કરવામાં આવી કાર્યવાહી

લંડન, 1 જુલાઈ: જેલમાં બંધ કેદીઓને સંભાળવા અને તેમની દેખભાળ કરવા માટે દરેક જેલમાં જેલ અધિકારીઓ હોય છે. લંડનમાં આવી જ એક જેલ છે ત્યાંની એક મહિલા ઓફિસર પર જેલમાં જ એક કેદી સાથે શારીરિક સંબંધ હોવાનો આરોપ છે. મહિલા અધિકારીની ધરપકડ કરવામાં આવી છે. નવાઈની વાત એ છે કે જ્યારે મહિલા અધિકારી કેદી સાથે શારીરિક સંબંધો બાંધ્યા ત્યારે તે ડ્રેસમાં હતી. ત્યાર બાદ આ ઘટનાનો એક વીડિયો પોલીસ સુધી પહોંચ્યો તો મામલાની તપાસ શરૂ થઈ હતી.

30 વર્ષની મહિલા જેલ ઓફિસરનું નામ લીના ડી સોસા એબ્રેયુ છે. તેની પર દક્ષિણ-પશ્ચિમ લંડનની એચએમપી વેન્ડ્સવર્થ જેલમાં એક કેદી સાથે શારીરિક સંબંધો બનાવવાનો આરોપ છે. પોલીસે જણાવ્યું કે HMP વાન્ડ્સવર્થની અંદર રેકોર્ડ કરાયેલા એક વીડિયો વિશે માહિતી મળ્યા બાદ તેમની તપાસ શરૂ થઈ. આ પછી ઓફિસમાં વાંધાજનક વર્તન બદલ તેની ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસને વીડિયો મળ્યો એ જેલમાં જ બન્યો

પોલીસે સ્પષ્ટતા કરી હતી કે તેમની પાસે પહોંચેલો વીડિયો જેલ પરિસરનો જ છે, જેલ અધિકારી તેના યુનિફોર્મમાં હતા અને તે એક કેદી સાથે વાંધાજનક સ્થિતિમાં હતી. ધરપકડ બાદ મહિલા અધિકારીને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી, જ્યાં તેની પર કેસ ચલાવવામાં આવશે. પોલીસે કહ્યું કે આવી હરકતોને માફ ન કરી શકાય.

શારીરિક સંબંધ

મહિલા જેલ અધિકારીની હરકતો જોઈને બધા દંગ રહી ગયા

પોલીસે કહ્યું કે જ્યાં સુધી તપાસ ચાલી રહી છે ત્યાં સુધી આ અંગે કશું કહેવું મુશ્કેલ છે. જો કે, મહિલા જેલ અધિકારીની હરકતો જોઈને બધા દંગ રહી ગયા છે. પોલીસનું કહેવું છે કે જે વીડિયો અમારા સુધી પહોંચ્યો છે તે કદાચ કોઈ અન્ય કેદીએ રેકોર્ડ કર્યો હતો. તેની તપાસ ચાલી રહી છે, ત્યારબાદ જ સ્થિતિ સ્પષ્ટ થશે.

ઐતિહાસિક જેલમાં બન્યો બનાવ

જે જેલમાં મહિલા અધિકારી પર વાંધાજનક કૃત્ય કરવાનો આરોપ છે તે ઐતિહાસિક જેલ છે. આ જેલ 1851માં વિક્ટોરિયન યુગમાં બનાવવામાં આવી હતી. આ જેલ અનેક વખત વિવાદોમાં રહી છે. ક્યારેક અહીં હિંસાના સમાચાર આવે છે તો ક્યારેક સ્ટાફના અભાવે હોબાળો થાય છે. કહેવામાં આવી રહ્યું છે કે આ જેલ તેની ક્ષમતાથી વધુ ભરેલી છે.

આ પણ વાંચો: જૂઓ વીડિયો અમેરિકી અન્યાયનોઃ મહિલાને ફ્લાઈટમાં માત્ર એ કારણે બેસવા દેવામાં ન આવી કે…

Back to top button