આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડવિશેષવીડિયો સ્ટોરી

જૂઓ વીડિયો અમેરિકી અન્યાયનોઃ મહિલાને ફ્લાઈટમાં માત્ર એ કારણે બેસવા દેવામાં ન આવી કે…

  • અમેરિકામાં એક મહિલાને તેનાં દોઢ વર્ષના બાળક અને માતાને માત્ર એ કારણે ફ્લાઈટમાંથી ઉતારી દેવામાં આવ્યા કે મહિલા થર્ડ જેન્ડર માટે સાચો ઉચ્ચાર ન કરી શકી!
  • ફ્લાઈટના કૅપ્ટને આ બાબતને હેટ ક્રાઈમ ગણીને ત્રણેને ફ્લાઈટમાંથી ઉતારી દીધા અને તેમના સામાન સાથે ફ્લાઈટ ઉપાડી દીધી

ટેક્સાસ, 29 જૂન, 2024: આખી દુનિયાને સહનશીલતા, સમાનતા અને ન્યાયના પાઠ ભણવતા રહેતા અમેરિકમાં એક આઘાતજનક કિસ્સો બન્યો છે. અમેરિકાની યુનાઇટેડ એરલાઇનની ફ્લાઇટના કૅપ્ટને એક મહિલા, તેના દોઢ વર્ષના બાળક તથા તેના માતાને માત્ર એટલા કારણસર ફ્લાઈટમાંથી ઉતારી દીધા કે એ મહિલા થર્ડ જેન્ડર (ટ્રાન્સજેન્ડર) વ્યક્તિ માટે સાચું ઉચ્ચારણ કરી શકી નહોતી.

સાન ફ્રાન્સિસ્કોથી ઑસ્ટિન જતી જેન્ના લોન્ગોરિયા નામની ટેક્સાસની મહિલાને તાજેતરમાં યુનાઇટેડ એરલાઇન્સની ફ્લાઇટમાં અસાધારણ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો. આ બાબત તેણે વીડિયો સંદેશા દ્વારા જણાવી. તેના કહેવા મુજબ ટ્રાન્સ જેન્ડરના સર્વનામો અંગેની એક સામાન્ય ભૂલને કારણે તેને તેના 16-મહિનાના બાળકની સાથે પ્લેનમાંથી ઉતારી દેવામાં આવી હતી. મહિલાનો આરોપ છે કે વાતચીત દરમિયાન પરિસ્થિતિ ઝડપથી બગડી કે તેની વાત સાંભળ્યા કે સમજ્યા વિના તેને અપમાનિત કરી દેવામાં આવી.

ખરેખર શું ખોટું થયું કે તેને પ્લેનમાંથી ઉતારી દેવામાં આવી તે અંગે તે પોતે હજુ પણ મૂંઝવણમાં છે. મહિલાએ તેના Instagram ઉપર પોતાનો આ અત્યંત કડવો અનુભવ શેર કર્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી આ ઘટનાએ વર્તમાન સમયમાં ટ્રાન્સ જેન્ડરના સર્વનામના ઉપયોગ વિશે ફરી ચર્ચાઓ શરૂ કરી છે.

જૂઓ વીડિયો અહીં –

વીડિયોમાં મહિલા કહે છે કે, “તેઓ હવે અમને પ્લેનમાં ચડવાની મનાઈ કરી રહ્યા છે,” જેન્નાએ તેના સોશિયલ મીડિયા પર શેર કરીને દાવો કર્યો હતો કે એક ફ્લાઇટ એટેન્ડન્ટે તેને ફ્લાઈટમાં બેસવા દેવાનો ઇનકાર કર્યો હતો કારણ કે પોતે ભૂલથી અન્ય ફ્લાઇટ એટેન્ડન્ટ માટે ખોટા સર્વનામનો ઉપયોગ કર્યો હતો. જેન્નાએ પાછળથી તેના સ્લિપ-અપ માટે માફી માંગી, અને સમજાવ્યું કે તે સર્વનામોથી ખાસ પરિચિત નથી અને જ્યારે આ ઘટના બની ત્યારે તે તેના બાળકને સંભાળવામાં વ્યસ્ત હતી. મહિલાએ જણાવ્યું કે, તે પોતે થાઈરોઈડથી પીડાય છે અને તેની દવા તેના સામાનમાં છે. તેની માતા પણ બીમાર છે અને તેમની દવા પણ સામાનમાં છે અને એ સામાન અમને આપવાને બદલે ફ્લાઈટ ઉપાડી દેવામાં આવી છે.

યુનાઈટેડ એરલાઈન્સે જોકે એવો દાવો કર્યો હતો કે જેન્ના લોંગોરિયા અને તેના પરિવારને તેમનો સામાન વધારે પડતો હોવાને કારણે બોર્ડિંગનો ઇનકાર કરવામાં આવ્યો હતો. જોકે જેનાએ એરલાઈનના આ દાવાને નકારી કાઢ્યો હતો. તેના અન્ય વિડીયોમાં તેણે ફ્લાઇટ સ્ટાફની સભ્ય ગેબ્રિએલા સાથેની વાતચીત પણ પણ જારી કરી છે જે તેમની સાથે પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા આવી હતી. ગેબ્રિએલાએ ઉલ્લેખ કર્યો કે તેઓને તપાસ માટે વધુ સમયની જરૂર છે પરંતુ જણાવ્યું કે કેપ્ટને તેમને ફ્લાઇટમાંથી હટાવવાનો નિર્ણય કરી લીધો છે.

જેન્નાએ જણાવ્યું કે, “તેઓ (ફ્લાઈટ એટેન્ડન્ટ અને કૅપ્ટન) કહી રહ્યાં છે કે ટ્રાન્સજેન્ડરના ઉચ્ચારણમાં ભૂલ કરવી એ નફરતનો ગુનો છે અને તેઓ હવે કદાચ મને કાયમ માટે યુનાઇટેડ એરલાઈન્સની ફ્લાઈટમાં મુસાફરી કરવા દેશે નહીં” તેમ તેણીએ વીડિયોમાં દહેશત વ્યક્ત કરી છે.

ઘટના ત્યારે શરૂ થઈ જ્યારે જેન્નાએ આકસ્મિક રીતે એક ફ્લાઇટ એટેન્ડન્ટને ખોટી રીતે સંબોધી. જેન્નાને તેનો બોર્ડિંગ પાસ આપ્યો ત્યારે તેણીનો આભાર માનવા પોતે પુરુષના વેશમાં રહેલી મહિલાને સર તરીકે સંબોધી. જેન્નાએ કહ્યું, “જ્યારે [ફ્લાઇટ એટેન્ડન્ટ], જે પોતાને મહિલા તરીકે ઓળખાવે છે, તેણે મને અમારો બોર્ડિંગ પાસ આપ્યો ત્યારે મેં કહ્યું ‘આભાર, સર.’ બસ આટલી જ ઘટના છે.”

પીડિત મહિલા ઉમેરે છે, “હું અસ્વસ્થ થઈ ગઈ. હું દરવાજા તરફ આગળ વધી. જો કે, તેણે મારી માતાને રોકી દીધી અને તેણીને ગેટની બહાર મારી સાથે જવાની મંજૂરી આપી નહીં.”

આ પણ વાંચોઃ સોશિયલ મીડિયાની ચરમસીમા, હવે કૂતરા પણ બનવા લાગ્યા ઈન્ફ્લુએન્સર! જુઓ વીડિયો

Back to top button