ટોક્યો (જાપાન), 30 નવેમ્બર: જાપાનના ઇવો જીમા ટાપુ પરનો જ્વાળામુખી ફરીથી ફાટી નીકળ્યો હતો. રાખ અને ધુમાડો આકાશમાં ઊંચે સુધી ફેલાઈ રહ્યો હતો. આ ટાપુ ટોક્યોથી 970 કિમી દૂર છે. હાલમાં જ્વાળામુખી ફાટવાનો VIDEO સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. Videoમાં જોઈ શકાય છે કે, જ્વાળામુખીમાં ધડાકાભેર વિસ્ફોટ થયો હતો ત્યારબાદ ધુમાડાના ગોટેગોટા હવામાં ઉછળતા જોવા મળી રહ્યા છે. જાપાનમાં અવારનવાર ટાપુ પર જ્વાળામુખીમાં વિસ્ફોટ થવાની ઘટના સામે આવતી હોય છે.
🚨Huge eruption on Japan’s Iwo Jima Island 🌋pic.twitter.com/f5WEhCUbUQ
— Cool Earth (@Cool_Blue_Dot) November 28, 2023
એક મહિના બીજી વાર જ્વાળામુખી ફાટ્યો
ત્રણ અઠવાડિયા પહેલા જાપાનના દરિયાની અંદરનો જ્વાળામુખી ફાટી નીકળ્યો હતો, જેના કારણે એક નાના નવા ટાપુનો ઉદ્ભવ થયો હતો, પરંતુ જાણકારો કહે છે કે તે ખૂબ લાંબો સમય ટકી શકશે નહીં. આ ટાપુ અનામી અન્ડરસી જ્વાળામુખી, ઇવો જીમાના દક્ષિણ કિનારે લગભગ 1 કિલોમીટર દૂર સ્થિત છે. વાત એમ છે કે, 21 ઑક્ટોબરના રોજ ભયંકર જ્વાળામુખી ફાટી નીકળ્યો હતો. 10 દિવસની અંદર જ્વાળામુખીની રાખ અને ખડકો છીછરા સમુદ્રતળ પર એકઠા થતા જમીન જેવી સપાટી દરિયાની ઉપર આવી ગઈ હતી. જાપાન હવામાન એજન્સીના જ્વાળામુખી વિભાગના વિશ્લેષક યુજી ઉસુઈ મુજબ, નવેમ્બરની શરૂઆતમાં લગભગ 100 મીટર વ્યાસ અને સમુદ્રથી 20 મીટર જેટલો ઊંચો ટાપુ બની ગયો હતો.
જાપાનમાં 111 જ્વાળામુખી સક્રિય છે
ઉલ્લેખનીય છે વિશ્વના 1500 સક્રિય જ્વાળામુખીમાંથી 111 જાપાનમાં છે. આ ઉપરાંત, 2013માં પાડોશી દેશ પાકિસ્તાનમાં 7.7ની તીવ્રતાના ધરતીકંપ પછી સમુદ્રતળમાંથી એક નાનો ટાપુ સપાટી પર આવ્યો હતો. 2015માં ટોંગાના દરિયાકિનારે જ્વાળામુખી વિસ્ફોટના પરિણામે એક નવો ટાપુ જન્મ્યો હતો.
આ પણ વાંચો: ટનલમાંથી નીકળેલા કામદારો સ્વસ્થ હોવાનો ઋષિકેશ AIIMS નો રિપોર્ટ