અમદાવાદમાં ઝેરી કેમિકલયુક્ત તાડી મામલે થયો ચોંકાવનારો ખુલાસો
- અગાઉ આણંદ પોલીસે પણ આ પ્રકારની તાડીનો જથ્થો પક્ડયો હતો
- પોલીસે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધીને બે દિવસના રિમાન્ડ મેળવ્યા
- રામોલ ટોલટેક્સ પાસે 138 કિલો ઝેરી કેમિકલયુકત તાડી પકડાઇ હતી
અમદાવાદમાં ઝેરી કેમિકલયુક્ત તાડી મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં ઝેરી કેમિકલયુક્ત તાડીનો જથ્થો આંધ્ર પ્રદેશથી આવ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. ત્યારે રામોલ ટોલટેક્સ પાસે 138 કિલો જથ્થા સાથે બે આરોપી ઝડપાયા હતા. તેમાં પોલીસે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધીને બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
આ પણ વાંચો: ગુજરાતમાં હૃદય રોગ અને તેના કારણે મૃત્યુથી ચિંતા, જાણો કોણ બની રહ્યું છે વધુ ભોગ
આરોપીઓ કેમિકલ યુકત તાડી આંધ્રપ્રદેશથી મંગાવતા હોવાનું સામે આવ્યું
રામોલ ટોલટેક્સ પાસે 138 કિલો ઝેરી કેમિકલયુકત તાડી અને 12 કિલો તાડીના પ્રવાહી સાથે બે શખ્સોને પકડયા બાદ પોલીસે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધીને બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આટલું જ નહીં, આરોપીઓ કેમિકલ યુકત તાડી આંધ્રપ્રદેશથી મંગાવતા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત આરોપીઓ નશા માટે તોડીમાં કલોરલ હાઇડ્રેટ નામના કેમિકલનો ઉપયોગ કરતા હોવાનો ઘટસ્ફોટ થયો છે. બીજી તરફ, આંધ્રપ્રદેશથી કેમિકલયુકત તાડી મોકલનાર શખ્સને ઝડપી પાડવા ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચક્રોગતિમાન કર્યા છે.
આ પણ વાંચો: ગુજરાતમાં કપલ બોક્સ ચલાવનાર સામે પોલીસની લાલ આંખ
અગાઉ આણંદ પોલીસે પણ આ પ્રકારની તાડીનો જથ્થો પક્ડયો હતો
રામોલ ટોલટેક્સ પાસે બે શખ્સો કેમિકલયુકત તાડી વેચતા હોવાની બાતમી મળતા પીસીબીની ટીમ ત્યાં પહોંચી હતી. જ્યાં ભરત ચુનારા અને સમીર શેખ નામના બંને શખ્સો પાસેથી 138.75 કિલો કેમિકલયુક્ત તાડીનો જથ્થો અને 12 લિટર પ્રવાહીનો જથ્થો પણ મળ્યો હતો. પીસીબીની ટીમે બંનેની ધરપકડ કરી હતી ત્યારબાદ પૂછપરછમાં જાણવા મળ્યું કે, બંને દેશી દારૂને બદલે લોકોને ઝેરી કેમિકલયુકત તાડીનું પ્રવાહી વેચતા હતા. લોકોને વધુ નશો ચડે તે માટે આ કેમિકલનો ઉપયોગ કરતા હતા. બીજી તરફ આ તાડીનું FSLદ્વારા તપાસ કરવામાં આવતા કલોરલ હાઇડ્રેટ કેમિકલ હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો: ગુજરાત: અમદાવાદમાં ભાજપ કાર્યકરની હત્યાનો વોન્ટેડ આરોપી રાજસ્થાનથી ઝડપાયો
આ કેમિકલ તાડીનો જથ્થો મોકલનાર પ્રશાંત ઉર્ફે પ્રસાદ આંધપ્રદેશનો છે અને તે ટ્રાવેલ્સ મારફતે કલોરલ હાઇડ્રેટવાળી તાડીનો જથ્થો અમદાવાદમાં મોકલાવતો હતો. અમદાવાદમાં આ કેમિકલયુકત તાડી પકડાતા સમગ્ર ગુજરાત પોલીસને ઉચ્ચ અધિકારીઓ દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો. જેમાં સામે આવ્યું કે, આવી જ રીતે અગાઉ આણંદ પોલીસે પણ આ પ્રકારની તાડીનો જથ્થો પક્ડયો હતો.