ભારતથી કેનેડા પહોંચેલા વ્યક્તિની એરપોર્ટ પર જ ધરપકડ, ઈતિહાસની સૌથી મોટી ચોરીમાં નામ સામેલ
- અર્ચિત ગ્રોવર નામના વ્યક્તિની 25 લાખ કેનેડિયન ડોલરના સોના અને ચલણી નોટોની ચોરીના કેસમાં ધરપકડ
ઓટાવા, 13 મે: કેનેડામાં ટોરોન્ટોના મુખ્ય એરપોર્ટ પર અચાનક અફરાતફરી મચી ગઈ જ્યારે પોલીસની ટુકડી અહીં આવી અને ભારતથી આવેલા એક વ્યક્તિને પકડીને પોતાની સાથે લઈ ગઈ હતી. ભારતીય મૂળના આ 36 વર્ષીય વ્યક્તિની ઓળખ અર્ચિત ગ્રોવર તરીકે થઈ છે. ત્યારે ખબર પડી કે, ગ્રોવરની લાખો ડોલરની કિંમતના સોનાની ચોરીના કેસમાં ધરપકડ કરવામાં આવી છે, જે કેનેડાના ઈતિહાસની સૌથી મોટી ચોરી હોવાનું કહેવાય છે. ખૂબ જ ફિલ્મી શૈલીમાં થયેલી આ ચોરી કેનેડાના ઇતિહાસમાં સોનાની સૌથી મોટી ચોરી હોવાનું કહેવાય છે. જેમાં આશરે 25 લાખ કેનેડિયન ડોલર (રૂ. 1.25 કરોડ)ની કિંમતની સોના અને ચલણી નોટો એર કેનેડાની ફ્લાઈટ દ્વારા સ્વિટ્ઝર્લેન્ડના ઝ્યુરિચથી ટોરોન્ટોના પિયર્સન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લઈ જવામાં આવી હતી અને ત્યારબાદ એર કેનેડાના 2 કર્મચારીઓની મદદથી તેની ચોરી કરવામાં આવી હતી.
Additional Arrest Made in Over 20 Million Dollar Gold Heist – Read more: https://t.co/JuthiSl6EJ pic.twitter.com/RM8oFfC3uq
— Peel Regional Police (@PeelPolice) May 9, 2024
પોલીસના જણાવ્યા અનુસાર, તપાસકર્તાઓએ 6 મે, 2024ના રોજ ટોરોન્ટો એરપોર્ટ પર ભારતથી આવેલા અર્ચિત ગ્રોવરની ધરપકડ કરી હતી. આ દેશના ઈતિહાસની સૌથી મોટી ચોરીના આ કેસમાં લગભગ એક મહિના પહેલા પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ગયા મહિને ધરપકડ કરાયેલા લોકોમાં ભારતીય મૂળના 54 વર્ષીય પરમપાલ સિદ્ધુ, ઑન્ટારિયોથી 40 વર્ષીય અમિત જલોટા, 43 વર્ષીય અમ્મદ ચૌધરી, 37 વર્ષીય અલી રઝા અને 35 વર્ષીય પી. પરમલિંગમ હતા.
ખૂબ જ ફિલ્મી સ્ટાઈલમાં કરી ચોરી
આ સોના અને ચલણી નોટોને એર કેનેડાની ફ્લાઈટમાં ઝ્યુરિચ, સ્વિટ્ઝર્લેન્ડથી ટોરોન્ટોના પીયર્સન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લઈ જવામાં આવી હતી અને તરત જ કન્ટેનરને એરપોર્ટ પર અલગ જગ્યાએ લઈ જવામાં આવ્યું હતું, પરંતુ એક દિવસ પછી પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે, 17 એપ્રિલ, 2023ના રોજ આ કન્ટેનરને નકલી દસ્તાવેજી કાર્યવાહીનો ઉપયોગ કરીને વેરહાઉસમાંથી ચોરી કરવામાં આવ્યો હતો. આ કન્ટેનરમાં સોનાની લગડીઓ અને 22 મિલિયન કેનેડિયન ડોલરથી વધુની કિંમતનું વિદેશી ચલણ હતું.
પોલીસના જણાવ્યા અનુસાર, એર કેનેડાના ઓછામાં ઓછા બે ભૂતપૂર્વ કર્મચારીઓએ પણ ખૂબ જ ફિલ્મી સ્ટાઈલમાં કરવામાં આવેલી આ ચોરીની ઘટનામાં મદદ કરી હતી. તેમાંથી એક હવે કસ્ટડીમાં છે, જ્યારે બીજા માટે ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે. એર કેનેડાના પ્રવક્તા પીટર ફિટ્ઝપેટ્રિકે પુષ્ટિ કરી છે કે, “સિદ્ધુ અને પનેસર રાષ્ટ્રીય એરલાઇન માટે કામ કરતા હતા.” તેમણે કહ્યું કે, “આજે ધરપકડની જાહેરાત થાય તે પહેલા એકે કંપની છોડી દીધી અને બીજાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.”
અહીં ચોરાયેલા સામાનમાં .9999 શુદ્ધ સોનાના 6600 બારનો સમાવેશ થાય છે, જેનું વજન 400 કિલો હતું. તેમની કિંમત 25 લાખ કેનેડિયન ડોલર (15.25 કરોડ રૂપિયા) હતી. પોલીસે આ મામલામાં એક નિવેદન જારી કરીને કહ્યું કે, તપાસકર્તાઓએ અંદાજે 89,000 કેનેડિયન ડોલરની કિંમતનું એક કિલોગ્રામ સોનું જપ્ત કર્યું છે.
આ પણ જુઓ: ભારત સાથે વિવાદ ભારે પડ્યો! માલદીવ પાસે આર્મી પ્લેન અને હેલિકોપ્ટર ઉડાડવા માટે કોઈ પાયલોટ નથી