ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

ભારત સાથે વિવાદ ભારે પડ્યો! માલદીવ પાસે આર્મી પ્લેન અને હેલિકોપ્ટર ઉડાડવા માટે કોઈ પાયલોટ નથી

  • માલદીવ ભારતીય સેના દ્વારા આપવામાં આવેલા બે હેલિકોપ્ટર અને એક ડોર્નિયર એરક્રાફ્ટનું સંચાલન કરવામાં અસમર્થ: સંરક્ષણ મંત્રી 

માલે, 13 મે: માલદીવના પ્રમુખ મોહમ્મદ મુઇઝઝૂના આદેશ પર 76 ભારતીય સંરક્ષણના જવાનોના માલદીવ છોડ્યા બાદ ત્યાંની સેનાને દિવસે તારા દેખાઈ ગયા છે. માલદીવના સંરક્ષણ પ્રધાન ઘાસન મૌમુને પ્રમુખના કાર્યાલયમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં સ્વીકાર્યું હતું કે, “માલદીવની સેના પાસે હજુ પણ ભારત દ્વારા દાનમાં આપવામાં આવેલા ત્રણ વિમાનને ચલાવવા માટે સક્ષમ પાયલોટ નથી. માલદીવ નેશનલ ડિફેન્સ ફોર્સ (MNDF) ભારતીય સેના દ્વારા આપવામાં આવેલા બે હેલિકોપ્ટર અને એક ડોર્નિયર એરક્રાફ્ટનું સંચાલન કરવામાં અસમર્થ છે. આ એરક્રાફ્ટને ઓપરેટ કરવા માટે કોઈ માલદીવિયન સૈનિકો નથી. જ્યારે અગાઉની સરકારો દ્વારા કરાયેલા કરારો હેઠળ કેટલાક સૈનિકોને તેમને ઉડાડવાની તાલીમ આપવામાં આવી હતી.”

ઘાસને કહ્યું કે, વિમાન ઉડાવવાની તાલીમ વિવિધ તબક્કામાં લેવાની હતી, પરંતુ આ તાલીમ પૂર્ણ થઈ નથી. તેથી, હાલમાં અમારા સુરક્ષા દળમાં એવી કોઈ વ્યક્તિ નથી કે જે બે હેલિકોપ્ટર અને ડોર્નિયરને ઉડાડવા માટેનું લાઇસન્સ ધરાવતું હોય અથવા તેને ઉડાડવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ હોય.

ભારતે 76 સૈનિકોને પાછા બોલાવ્યા

ચીન તરફી નેતા મુઇઝઝૂએ 10 મે સુધીમાં ટાપુ રાષ્ટ્રમાં ત્રણ ઉડ્ડયન પ્લેટફોર્મનું સંચાલન કરતા તમામ ભારતીય સૈન્યના જવાનોને પાછા ખેંચી લેવાનો આગ્રહ રાખ્યા પછી બંને દેશો વચ્ચેના સંબંધો ગંભીર તણાવમાં આવી ગયા છે. ભારતે પહેલેથી જ 76 સૈન્ય જવાનોને પાછા ખેંચી લીધા છે. જોકે, માલદીવ સરકારનો ભારતીય ડોકટરોને સેનહિયા મિલિટરી હોસ્પિટલમાંથી હટાવવાનો કોઈ ઈરાદો નથી, એમ માલદીવના મીડિયા અહેવાલમાં જણાવાયું છે. અહેવાલો અનુસાર, ઘાસનની ટિપ્પણીઓથી વિપરીત, જ્યારે વર્તમાન વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓ છેલ્લા પાંચ વર્ષ દરમિયાન વિપક્ષમાં હતા, ત્યારે તેમણે અગાઉની સરકારની ટીકા કરી હતી અને દાવો કર્યો હતો કે MNDFમાં સક્ષમ પાયલોટ્સ છે.

માલદીવ તાલીમ આપી શક્યું નથી

મળતી માહિતી મુજબ, ભૂતપૂર્વ પ્રમુખ મોહમ્મદ નશીદ અને અબ્દુલ્લા યામીનની સરકાર દરમિયાન દાનમાં આપવામાં આવેલા હેલિકોપ્ટર અને ભૂતપૂર્વ પ્રમુખ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહની સરકાર દરમિયાન લાવવામાં આવેલા ડોર્નિયર એરક્રાફ્ટની સાથે ભારતીય સૈનિકોના આગમનનું મુખ્ય કારણ માલદીવિયનોને તાલીમ આપવાનું હતું. આજની તારીખે તાલીમ પૂર્ણ કરવામાં નિષ્ફળતા હોવા છતાં, વિદેશ પ્રધાન ઝમીરે જણાવ્યું હતું કે, ભારતીય સૈનિકોને નાગરિકો સાથે બદલવાના કરારમાં સ્થાનિક પાયલટ્સને તાલીમ આપવાની જોગવાઈઓ પણ સામેલ છે.

આ પણ જુઓ: ચોથા તબક્કાનું વોટિંગ શરૂ: 10 રાજ્યોની 96 બેઠકો પર આજે મતદાન

Back to top button