કાર કે બાઈક નહીં બળદ પર બેસીને ફરતો જોવા મળ્યો એક વ્યક્તિ, વીડિયો થયો વાયરલ


- સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક વ્યક્તિ ફરવા માટે કાર કે બાઈકનો ઉપયોગ કરતો નહીં પરંતુ બળદ પર બેસીને રસ્તા પર ફરતો જોવા મળ્યો
HD ન્યૂઝ ડેસ્ક, 24 એપ્રિલ: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દરરોજ ઘણા વીડિયો વાયરલ થાય છે. કેટલાક વીડિયોમાં લોકોની છુપાયેલી પ્રતિભા જોવા મળે છે તો કેટલાક વીડિયોમાં લોકો અશ્લીલ હરકતો કરતા જોવા મળે છે. કેટલાક વીડિયોમાં લોકો લડતા અને ડાન્સ કરતા જોવા મળે છે. આ સિવાય લોકોની અજીબોગરીબ ગતિવિધિઓના કેટલાક વીડિયો પણ વાયરલ થાય છે. આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોયા પછી તમને તમારી આંખો પર વિશ્વાસ નહીં થાય. વીડિયોમાં એક વ્યક્તિ ફરવા માટે કાર કે બાઈકનો ઉપયોગ કરતો નહીં પરંતુ બળદ પર બેસીને રસ્તામાં ફરતો જોવા મળે છે.
સોશિયલ મીડિયા પર થઈ રહ્યો છે વીડિયો વાયરલ
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉના ટ્વિટર) પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળે છે કે બે લોકો સ્કૂટર પર ક્યાંક જઈ રહ્યા છે. પરંતુ અચાનક તેઓ આગળ કંઈક જુએ છે કે વ્યક્તિ તરત જ પોતાનું સ્કૂટર બીજી તરફ ફેરવે છે. આ પછી દેખાય છે કે સામેથી એક વ્યક્તિ બળદ પર સવારી કરીને આવી રહ્યો છે. બળદ પર સવારી કરીને આવી રહેલો વ્યક્તિ સતત કૈલાશપતિનાથની સ્તુતિ કરી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
અહીં જૂઓ વાયરલ વીડિયો:
कबीरा तेरे देश में भांति-भांति के लोग!…🧐🧐🧐🧐🧐 pic.twitter.com/CbgqsStfNs
— HasnaZarooriHai🇮🇳 (@HasnaZaruriHai) April 24, 2024
આ વીડિયોને સોશિયલમ મીડિયા પ્લેટફોર્મ X પર @HasnaZaruriHai નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે, ‘કબીરા, તમારા દેશમાં અલગ-અલગ પ્રકારના લોકો છે.’ સમાચાર લખાય છે ત્યાં સુધી આ વીડિયોને 10 હજારથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. વીડિયો જોયા બાદ એક યુઝરે લખ્યું- આ ચોક્કસપણે અન્ય લોકો માટે યમરાજ હશે.
આ પણ વાંચો: માધુરી અને કરિશ્માની અદા અને એનર્જી આજે પણ અકબંધ, જૂઓ વીડિયો