પર્વતારોહીઓની છીંક-ખાંસીના કારણે માઉન્ટ એવરેસ્ટ પર આવી નવી મુસીબતઃ જાણો શું છે વૈજ્ઞાનિકોનો દાવો
દુનિયાની ટોચ કહેવાતા માઉન્ટ એવરેસ્ટ પર થોડા વર્ષો બાદ બરફનો પહાડ નહીં રહે. 8.85 કિલોમીટર ઉંચા પહાડ પર સતત બેક્ટેરિયા અને ફંગસ જમા થઇ રહ્યા છે. આ બેક્ટેરિયા અને ફંગસ પર્વતારોહીઓની છીંક અને ખાંસીમાંથી નીકળી રહ્યા છે. વૈજ્ઞાનિકોને માઉન્ટ એવરેસ્ટની માટીમાં એવા બેક્ટેરિયા અને ફંગસ મળ્યા છે, જે પર્વતારોહીઓના નાક અને મોંમાથી નીકળ્યા છે.
છીંક અને ખાંસીમાંથી નીકળતા બેક્ટેરિયા અને ફંગસ સૌથી વધુ માત્રામાં એવરેસ્ટના સાઉથ કોલ બેસ કેમ્પ અને રસ્તામાં મળ્યા છે, કેમકે સૌથી વધુ પર્વતારોહકો આ જ રસ્તે માઉન્ટ એવરેસ્ટ પર ચઢે છે. હાડ થીજાવતી ઠંડી અને ઓછા તાપમાનમાં બેક્ટેરિયા અને ફંગસ ઘણા વર્ષો સુધી જીવતા રહે છે.
રોગાણુ સરળતાથી સર્વાઇવ કરી લે છે
માઉન્ટ એવરેસ્ટ હિમાલયના મહાલંગુર હિમાલ રેન્જમાં આવેલી 29,031 ફુટ ઉંચી ચોટી છે. યુનિવર્સીટી ઓફ કોલોરાડો બોલ્ડરના માઇક્રોબિયલ ઇકોલોજીસ્ટ નિકોલસ ડ્રેગોન કહે છે કે ધરતીના સૌથી ઉંચા સ્થાન પર જ્યાં હવામાન આટલુ એક્સટ્રીમ છે ત્યાં પણ રોગાણુ સર્વાઇવ કરી રહ્યા છે. નિકોલસ અને તેની ટીમને એવરેસ્ટની 700 ફુટની ઉંચાઇ પર સૌથી વધુ બેક્ટેરિયા અને ફંગસ મળ્યા છે. છીંક અને ગળામાંથી નીકળેલા બેક્ટેરિયા-ફંગસ ગરમ મોસમની તલાશમાં રહે છે. જોકે તે ઠંડા વાતાવરણમાં પણ સર્વાઇવ કરી રહ્યા છે. અત્યારે તે સુઇ રહ્યા છે, પરંતુ યોગ્ય મોસમ મળતા જ ઉભરીને આવશે.
બેક્ટેરિયા-ફંગસે બનાવી પોતાની જગ્યા
નિકોલસના અન્ય સાથી સ્ટીવન શ્મિટ કહે છે કે માણસો દ્વારા છોડવામાં આવેલા બેક્ટેરિયા-ફંગસે પોતાની જગ્યા બનાવી લીધી છે. કોઇ પણ પર્વતારોહી કેટલાય માસ્ક, ગીયર લગાવી લે, પરંતુ તેઓ રોગાણુ છોડતા જ રહે છે. હિમાલય અને એન્ટાર્કટિકા પર અભ્યાસ કરનાર અન્ય વૈજ્ઞાનિકોએ પણ માણસો દ્વારા છોડવામાં આવેલા રોગાણુ એવરેસ્ટ પર હોવાની પુષ્ટિ કરી છે.
આ પણ વાંચોઃ પંજાબી સિંગરે ‘કેસરિયા’ ગીત 5 ભાષામાં ગાયું, પીએમ મોદીએ વીડિયો શેર કરી કહી આ વાત