ગુજરાતમાં ઓલમ્પિકને લઈ માસ્ટર પ્લાન તૈયાર, GOLYMPICની સ્થાપના કરાઇ
- અમદાવાદમાં 3 હજાર મકાનોનું એક ગામ ઉભું કરવામાં આવશે
- સ્પોટર્સ કોમ્પલેક્ષ માટે જગ્યા શોધવાની શરૂઆત થઇ ગઇ
- બિલ્ડીંગ, મેદાન અને રમત ગમતના સાધનો માટે પ્લાન તૈયાર
ગુજરાતમાં ઓલમ્પિકને લઈ માસ્ટર પ્લાન તૈયાર થયો છે. જેમાં ઓલમ્પિક માટે ગુજરાતમાં GOLYMPIC ની સ્થાપના કરવામાં આવી છે. 2036ના ઓલમ્પિકની યજમાની તૈયારીઓનો ધમધમાટ શરૂ થયો છે. તેમાં વિવિધ કમિટીઓની રચના કરવામાં આવી છે.
આ પણ વાંચો: ગુજરાત: જીડીસીની પરીક્ષાના પેપર લીક કરવાના કૌભાંડમાં થયો ચોંકાવનારો ખુલાસો
સ્પોટર્સ કોમ્પલેક્ષ માટે જગ્યા શોધવાની શરૂઆત થઇ ગઇ
સ્પોટર્સ કોમ્પલેક્ષ માટે જગ્યા શોધવાની શરૂઆત થઇ ગઇ છે. હાલમાં એક તરફ વાઈબ્રન્ટ ગુજરાત જોરશોરથી સફળ બની રહ્યું છે. ત્યારે બીજી તરફ ગુજરાતમાં ઓલમ્પિકને લઈને માસ્ટર પ્લાન પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ વચ્ચે ખેલ વિભાગ દ્વારા ઓલમ્પિક માટેની તૈયારીઓ જોરશોરથી શરૂ કરી દેવામાં આવી છે. જેના માટે જરૂરી મેદાનની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ માટે દેશના સૌથી મોટા સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર હબ માટેની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. જેના માટે કયા પ્રકારના સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ હશે તેની ડીઝાઇન તૈયાર કરવામાં આવી છે. તેમજ આ સ્પોટર્સ કોમ્પલેક્ષ માટે બિલ્ડીંગ, મેદાન અને રમત ગમતના સાધનો માટે પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો: ગુજરાત: ATM મશીનમાં રૂપિયા ઉપાડવા જતાં હોય તો આ સમાચાર ખાસ વાંચો, નહિ તો છેતરાશો!
અમદાવાદમાં 3 હજાર મકાનોનું એક ગામ ઉભું કરવામાં આવશે
એટલું જ નહીં આ માટે જરૂરી વિશ્વ કક્ષાની રમતો માટે સ્પોર્ટ્સ કોમ્પલેક્ષની ડીઝાઇન તૈયાર કરવામાં આવી છે. તેમજ સરકાર દ્વારા ગુજરાત ઓલિમ્પિક પ્લાનિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કોર્પોરેશન લિમિટેડની સ્થાપના કરવામાં આવી છે. ઓલમ્પિક માટે ગુજરાતમાં GOLYMPIC ની સ્થાપના કરવામાં આવી છે. વિશ્વ લેવલની રમતો માટે ગોલમ્પિકની સ્થાપના કરાઈ છે. ગોલિમ્પિક અંતર્ગત અમદાવાદમાં 3 હજાર મકાનોનું એક ગામ ઉભું કરવામાં આવશે. જે મોટેરા પાસે તૈયાર થશે. કુલ 236 એકરમાં આ ગામ બનીને તૈયાર થશે.