ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત: જીડીસીની પરીક્ષાના પેપર લીક કરવાના કૌભાંડમાં થયો ચોંકાવનારો ખુલાસો

  • ઉમેદવારોને કથિત રૂપે Whatsapp સંદેશાઓ દ્વારા પેપર પ્રદાન કરવામાં આવ્યું
  • નવસારી, સુરત, અમરેલી સહિત 12 સ્થળોએ CBIના દરોડા
  • ડિજિટલ પુરાવા અને ગુનાહિત દસ્તાવેજો કબજે કર્યા

જીડીસીની પરીક્ષાના પેપર લીક કરવાના કૌભાંડમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં રેલવે ભરતીકાંડ મામલે નવસારી, સુરત, અમરેલી સહિત 12 સ્થળોએ CBIના દરોડા છે. ત્યાપરે જીડીસીની પરીક્ષાના પેપર લીક કરવાના દેશવ્યાપી કૌભાંડમાં તપાસ થઇ રહી છે. સીબીઆઈએ રેલવેના અધિકારીઓ સહિતના આરોપીઓના ત્યાં દરોડા પાડયા હતા.

ઉમેદવારોને કથિત રૂપે Whatsapp સંદેશાઓ દ્વારા પેપર પ્રદાન કરવામાં આવ્યું

કેટલાક ઉમેદવારોને કથિત રૂપે Whatsapp સંદેશાઓ દ્વારા પેપર પ્રદાન કરવામાં આવ્યું હતું. રેલવે ભરતી કેન્દ્ર, પ્રિૃમ રેલવે દ્વારા આયોજિત જીડીસી પરીક્ષાના પેપર લીક થવાના કેસમાં સીબીઆઈએ લગભગ 12 સ્થળો પર સર્ચ હાથ ધર્યું હતું. રેલવે દ્વારા આયોજિત સામાન્ય વિભાગીય સ્પર્ધાત્મક પરીક્ષા (GDCE) ના પ્રશ્ન-જવાબ પેપર લીક થવાના કેસમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ્ ઇન્વેસ્ટિગેશન દ્વારા સુરત, અમરેલી, નવસારી, મુંબઈ સહિત લગભગ 12 સ્થળોએ સર્ચ હાથ ધરીને ડિજિટલ પુરાવા અને ગુનાહિત દસ્તાવેજો કબજે કર્યા છે. સીબીઆઈએ રેલવેના અધિકારીઓ સહિતના આરોપીઓના ત્યાં દરોડા પાડયા હતા.

સુરત, અમરેલી, નવસારી, મુંબઈ સહિત 12 જગ્યાએ દરોડા

રેલવે ભરતી કેન્દ્ર દ્વારા આયોજિત સામાન્ય વિભાગીય સ્પર્ધાત્મક પરીક્ષા (GDCE)ના પ્રશ્ન અને ઉત્તર પત્રો લીક કરવાના આરોપો તથા રેલવેની ફરિયાદ પર, રેલવેના અમુક અધિકારીઓ અને મુંબઈ સ્થિત ખાનગી કંપનીના અજાણ્યા અધિકારીઓ સહિત અન્ય લોકો સામે કેસ નોંધવામાં આવ્યો હતો, પશ્ચિમ રેલવે, મુંબઈ એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે જીડીસીઇ ક્વોટા સામે નોન-ટેક્નિકલ પોપ્યુલર કેટેગરીઝ (નોન ગ્રેજ્યુએટ) જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ અને ટ્રેન ક્લાર્કની પોસ્ટ માટે કોમ્પ્યૂટર આધારિત કસોટી 03.01.2021ના રોજ યોજાઈ હતી જેમાં કુલ 8603 ઉમેદવારો સમગ્ર 28 પરીક્ષા કેન્દ્રોમાં હાજર રહ્યા હતા. 06 શહેરો જેમ કે અમદાવાદ, ઈન્દોર, રાજકોટ, સુરત, વડોદરા અને મુંબઈ. કેટલાક ઉમેદવારોને કથિત રૂપે Whatsapp સંદેશાઓ દ્વારા પેપર પ્રદાન કરવામાં આવ્યું હતું અને થોડા ઉમેદવારોને સામૂહિક મેળાવડા દ્વારા શારીરિક રીતે પ્રશ્નપત્રો બતાવવામાં આવ્યા હતા. એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ઉક્ત પેઢીને પરીક્ષા સંચાલન એજન્સી તરીકે નિયુક્ત કરવામાં આવી હતી. જેમાં ગુનો નોંધીને સુરત, અમરેલી, નવસારી, મુંબઈ સહિત 12 જગ્યાએ દરોડા પાડીને ગુનાહિત દસ્તાવેજો અને ડિજીટલ પુરાવા એકત્ર કર્યા છે.

Back to top button