શિક્ષણના ધામમાં અંધશ્રદ્ધાનો પાઠ! ભૂવાએ 140 વિદ્યાર્થિનીઓ પર કરી વિધિ, જાણો શું છે સમગ્ર ઘટના
આજના યુગમાં હજુ પણ કેટલાક એવા લોકો છે. જે અંધશ્રદ્ધામાંથી બહાર આવી શક્યા નથી જેના કારણે કેટલાક લોકો તેમનો ફાયદો ઉઠાવતા હોય છે. ત્યારે આવી જ અંધશ્રદ્ધાની એક ચોંકાવનારી ઘટના સુરત જિલ્લામાંથી સામે આવી છે. જેમાં એક આશ્રમશાળાની વિદ્યાર્થિની બિમાર પડતા આ ભુવાએ આવીને અન્ય 140 જેટલી વિદ્યાર્થિનીઓ પર વિધિ કરી હતી.
ભૂવાએ 140 જેટલી વિદ્યાર્થિનીઓ પર વિધિ કરી
સુરતમાં અંધશ્રદ્ધાનો ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક આશ્રમશાળાની વિદ્યાર્થિની બિમાર પડતા આચાર્યએ ભૂવાને બોલાવ્યો હતો, અને આ ભુવાએ બિમાર વિદ્યાર્થિની પર વિધિ કરી અને તેની સાથે ત્યાં રહેતી અન્ય 140 જેટલી વિદ્યાર્થિનીઓ પર પીછી નાંખીને તેમના હાથમાં પણ દોરા બાંધ્યા હતા.
બોરડોલીના મઢી ગામની આશ્રમશાળાની ઘટના
બોરડોલીના મઢી ગામમાં આવેલી આશ્રમશાળામાં આ ઘટના બની હતી. જ્યા ધોરણ 9થી 12ની લગભગ 140 જેટલી વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરે છે. અને આ વિદ્યાર્થીનીઓ અહીની જ આશ્રમશાળામાં રહે છે.
રાત્રે વિદ્યાર્થીનીને તબિયત બગડતા ગૃહમાતાએ ભૂવાને બોલાવ્યો
બોરડોલીના મઢી ગામમાં આવેલી આશ્રમશાળામાં થોડા દિવસ પહેલા એક વિદ્યાર્થિનીને અચાનક કોઈ તકલીફ થઈ હતી. જેથી આ વિદ્યાર્થીનીએ રાત્રે બૂમો પાડવા લાગી હતી ત્યારે આશ્રમની ગૃહમાતાએ આ વિદ્યાર્થીનીને હોસ્પિટલ લઈ જવાને બહાને નજીકના ગામમાંથી એક ભૂવાને બોલાવ્યો હતો.
ભૂવાએ 140 વિદ્યાર્થિનીઓ પર પીંછી ફેરવી દોરા બાંધ્યા
આ ગૃહમાતા વિદ્યાર્થીનીને લઈને ભૂવા પાસે જઈને આ સમગ્ર વાત કહી હતી ત્યારે આ ભૂવાએ વિદ્યાર્થિની પર ભૂતનો પડછાયો હોવાનું કહ્યું હતું. અને તેના માટે વિદ્યાર્થીની પર પીંછી વિધિ કરવાનું કહ્યું. જે બાદ ભૂવાએ વિદ્યાર્થીની પર પીંછી વિધિ કરીને તેને દોરો બાંધ્યો હતો. એટલું જ નહીં આ ભૂવાએ આશ્રમશાળામાં રહેતી તમામ 140 વિદ્યાર્થિનીઓ પર પીંછી ફેરવી હતી અને તમામના હાથમાં લાલ દોરા પણ બાંધ્યા હતા.
આ પણ વાંચો : Ind vs Aus Test: ઈન્દોર ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના હાથે ભારતની કારમી હાર, આ છે 5 મોટા કારણો