ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

કાશ્મીર મુદ્દે પાકિસ્તાન અને ચીન ભાઈ-ભાઈ: બંનેએ ભારત વિરુદ્ધ ઓક્યું ઝેર

Text To Speech
  • કાશ્મીરમાં મોદી સરકારની કાર્યવાહીથી ચીન-પાકિસ્તાન નારાજ, સંયુક્ત નિવેદન જાહેર કર્યું 

બેઈજિંગ, 9 જૂન: જમ્મુ અને કાશ્મીરમાં મોદી સરકારની જબરદસ્ત કાર્યવાહીએ ચીન અને પાકિસ્તાનને ઝટકો આપ્યો છે. જ્યારથી કાશ્મીરમાંથી કલમ 370 હટાવવામાં આવી છે ત્યારથી ચીન અને પાકિસ્તાન પાણીમાંથી નીકળેલી માછલીની જેમ તડપી રહ્યા છે, પરંતુ તેઓ કંઈ કરી શક્યા નથી. તાજેતરમાં જ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે બેઇજિંગની મુલાકાત દરમિયાન શી જિનપિંગ સમક્ષ ફરી આ મુદ્દો ઉઠાવ્યો હતો. જેથી, ચીન અને પાકિસ્તાને શનિવારે કાશ્મીર સહિત દક્ષિણ એશિયામાં તમામ પડતરજનક મુદ્દાઓને ઉકેલવા માટે કોઈપણ “એકપક્ષીય કાર્યવાહી” નો વિરોધ કરીને એક સંયુક્ત નિવેદન જાહેર કર્યું છે.

પાકિસ્તાનના વડાપ્રધાન ચીનના પ્રવાસે

ચીનના પ્રવાસે ગયેલા પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ચીનના નેતૃત્વને કાશ્મીરની સ્થિતિ વિશે જાણકારી આપી હતી. બંને દેશોએ તેમની સેનાઓ વચ્ચે વધુ સારા સંકલન અંગે પણ ચર્ચા કરી હતી. શરીફની ચાર દિવસીય ચીનની મુલાકાત આજે રવિવારે પૂર્ણ થવા જઈ રહી છે, જે માર્ચમાં તેમના બીજા કાર્યકાળની શરૂઆત થઈ ત્યારથી તેમની પ્રથમ છે. આ મુલાકાત દરમિયાન શાહબાઝ શરીફનું ધ્યાન ચીની રોકાણ અને સહાય વધારવા પર હતું કારણ કે તેમનો દેશ ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે.

કાશ્મીર મુદ્દે સંયુક્ત નિવેદન જારી કર્યું 

ચીન-પાકિસ્તાનના સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “બંને પક્ષોએ દક્ષિણ એશિયામાં શાંતિ અને સ્થિરતા જાળવવાના મહત્ત્વ, તમામ બાકી વિવાદોને ઉકેલવાની જરૂરિયાત તથા કોઈપણ એકતરફી કાર્યવાહીના વિરોધને રેખાંકિત કરે છે.” તેમાં કહેવામાં આવ્યું છે કે, ” પાકિસ્તાની પક્ષે ચીની પક્ષને જમ્મુ અને કાશ્મીરની સ્થિતિના નવીનતમ વિકાસ જાગૃત કર્યા છે. ચીની પક્ષે પુનરોચ્ચાર કર્યો છે કે, જમ્મુ અને કાશ્મીર વિવાદ ઈતિહાસમાંથી ઉદભવે છે અને તેને યુએન ચાર્ટર, સંબંધિત યુએન સુરક્ષા પરિષદના ઠરાવો અને દ્વિપક્ષીય કરારો અનુસાર ન્યાયી અને શાંતિપૂર્ણ રીતે ઉકેલવો જોઈએ.” ભારત અગાઉ પણ ચીન અને પાકિસ્તાનના આવા સંયુક્ત નિવેદનોને નકારી ચૂક્યું છે.

આ પણ જુઓ: કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ, ECI આ મહિનામાં તારીખો કરી શકે છે જાહેર

Back to top button