ગુજરાતમધ્ય ગુજરાત

ફેક યુવતી બની ન્યુડ કોલ કરી યુવકને ફસાવ્યો, યુવકે 8 લાખ આપ્યા છતા આપઘાત કરવાનો વારો આવ્યો

Text To Speech

અમદાવાદઃ ન્યુડ વીડિયો કૉલ કરીને બદનામ કરવાની ધમકી આપીને રૂપિયા પડાવવાના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં બનેલી યુવકના આપઘાતની ઘટનામાં અમદાવાદ પોલીસે રાજસ્થાનથી મેવ ગેંગના બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. હવે આ ગેંગની અન્ય કયા કેસોમાં સંડોવણી છે અને તેમની ટીમમાં કેટલાક લોકો કામ કરતા હતા હતા તે અંગે પણ તપાસ કરવામાં આવશે. અમદાવાદ પોલીસે ટ્વિટી કરીને બે આરોપીઓને ઝડપી પાડ્યાની માહિતી  આપી છે.

પરિવાર વેરવિખેર થઇ ગયો:

અમદાવાદના પોશ વિસ્તારમાં રહેતો યુવક તેની પત્ની અને બાળકો સાથે ખુશખુશાલ જીવન જીવતો હતો. રોજ તે પોતાના પરિવારની નાની-મોટી ઈચ્છા પૂરી કરવા માટે કામ કરતો હતો. આ દરમિયાન તેને સોશિયલ મીડિયામાં એક રિક્વેસ્ટ આવી અને એક્સેપ્ટ કરતા સુસાઈડ કરવાનો વારો આવ્યો હતો.

કંટાળેલા યુવકે 8 લાખ રૂપિયા આપી દીધાઃ

અજાણી યુવતીએ લલચાવતા ચેટિંગ અને તેમાં ફસાતા ગયેલા આ યુવાનને એક દિવસ એક વીડિયો કોલ આવ્યો અને તેમાં તેનું સ્ક્રિન રેકોર્ડિંગ થઈ ગયું હતું. ત્યારબાદ આ ન્યૂડ કોલને લઈને તેનું બ્લેકમેઇલિંગ શરૂ થયું હતું. સતત બ્લેકમેઇલિંગથી કંટાળેલા યુવકે 8 લાખ રૂપિયા આપી દીધા હતા. તેમ છતાં સાયબર ગઠિયાઓએ વધુ રૂપિયાની માગણી કરતા તેણે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે.

બન્ને આરોપીઓ ભરતપુરના મેવાત ગેંગના સભ્યોઃ

પોલીસ પકડમાં આવેલા બન્ને આરોપીઓ ભરતપુરના મેવાત ગેંગના સભ્યો છે.  આરોપી અંસાર મેવ અને ઈર્શાદ મેવ સોલામાં રેહતાં યુવકને ફેક અશ્લિલ વીડિયો કોલ કરીને બ્લેકમેલ કરવાનુ ચાલુ કર્યું હતું.  આ મામલે મૃતકના પરિવાજનો ન્યાયની માંગ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ રાજકોટ DGFT અધિકારીના આપઘાત કેસમાં મોટો વળાંક, મૃતકની પત્નીનો રૂપિયા ભરેલો થેલો ફેંકતો વીડિયો વાયરલ

Back to top button