કચ્છ - સૌરાષ્ટ્ર

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પેપર લીક મામલે આખરે ફરિયાદ નોંધાઈ

Text To Speech

ગુજરાતમાં પેપર ફૂટવાનો સિલસિલો છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે અને હવે સ્કૂલ-કોલેજના પણ પેપર ફૂટી રહ્યા છે ત્યારે થોડા મહિના અગાઉ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પેપર લીક કાંડ મામલે 111 દિવસ બાદ પેપર ફોડનાર સામે એફઆઇઆર નોંધવામાં આવી છે.

આ પણ વાંચો : ગૌતમ અદાણીએ લોકોને જણાવ્યું FPO પરત ખેંચવાનું સાચું કારણ, જુઓ Video
પેપરલીક - Humdekhengenewsસૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું BBA,Bcom નું પેપર લીક કાંડ મામલે ગઈકાલે રાત્રે ગાંધીગ્રામ પોલીસ મથકમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ રજિસ્ટ્રાર અમિત પારેખે એચ. એન. શુક્લ કોલેજના કર્મચારી અને પેપર રિસીવર જિગર ભટ્ટ સામે ફરિયાદ નોંધવી છે. પેપર ફોડવામાં ભાજપના કોર્પોરેટરની કોલેજની ભૂમિકા બહાર આવતા ચકચાર મચી ગઈ છે.

આ પણ વાંચો : અમદાવાદ : જાહેર રસ્તા પર દબાણ દૂર કરવા મુદ્દે AMC કમિશ્નરે અધિકારીઓ વિરુદ્ધ ભર્યા કડક પગલાં
પેપરલીક - Humdekhengenewsસૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પેપર લીક થયું ત્યારે વિદ્યાર્થી સંગઠનો રોડ પર ઉતરી આવ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો, આસપાસના ગામોમાં પણ લોકોએ હોબાળો મચાવ્યો હતો ત્યારે તંત્ર ને પણ હરકતમાં આવી ગુનેગારો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. એકતરફ ગુજરાતમાં જુનિયર ક્લાર્ક પેપર લીક મામલે કેટલાક આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે ત્યારે લોકોમાં ચર્ચાએ જોર પકડયું છે કે પેપર લીકમાં કોઈને કડક સજા ન થતી હોવાને લીધે આવી ઘટનાઓનું વારંવાર પુનરાવર્તન ગુજરાતમાં થતું રહયું છે. ત્યારે હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પેપર લીક મામલે કેવી કારવાહી થશે તે તો આગામી સમયમાં જ ખબર પડશે.

Back to top button