ટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

બે હાથી વચ્ચે મહા યુદ્ધથી મચ્યો હડકંપ, ઉત્સવમાં સર્જાયો અફરાતફરીનો માહોલ, જૂઓ વીડિયો

Text To Speech
  • ત્રિશૂરમાં થારક્કલ મંદિર ઉત્સવમાં ‘ઉપચારમ ચોલાલ’ સમારોહ દરમિયાન, એક હાથી ભાન ભુલ્યો

કેરળ, 24 માર્ચ: હાથીને જંગલનું સૌથી મોટું પ્રાણી માનવામાં આવે છે. હાથીનું કદ એટલું મોટું છે કે તેની સામે માણસ તો કીડી સમાન દેખાય છે. જ્યારે હાથી માણસોના ટોળા વચ્ચે ગાંડો થઈ જાય તો શું હાલ થાય? કલ્પના કરો કે તે કેવા પ્રકારની વિનાશ લાવે. હાથી જ્યારે ભાન ભુલે ત્યારે તે તેની નજીકની દરેક વસ્તુને પુરી કરી નાખે છે અથવા તો તેમાં નુકસાન કરી બેસે છે. આવું જ કંઈક કેરળના ત્રિશૂર જિલ્લામાં થયું છે. અહીં થારક્કલ મંદિર ઉત્સવ ‘ઉપચારમ ચોલ્લાલ’ના સમાપન સમારોહ દરમિયાન, એક હાથી ભાન ભુલ્યો હતો અને અફરા તફરી મચાવી હતી, જેમાં ઘણા લોકોને ઈજા પહોંચી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઈ રહ્યો છે.

હાથીઓની હિંસાને કારણે ઘણા લોકો ઘાયલ થયા

આ ઘટના શુક્રવારે રાત્રે 10.30 કલાકે બની હતી. ત્રિશૂરમાં થારક્કલ મંદિર ઉત્સવમાં ‘અમ્માથિરુવાડી’ દેવતાની શોભાયાત્રા દરમિયાન હાથી ગુરુવાયૂર રવિકૃષ્ણન ભડક્યા હતા, જેના કારણે ઉપસ્થિત લોકોમાં ગભરાટ ફેલાયો હતો. હાથીના માહુત શ્રીકુમાર (53) પણ ગુસ્સે ભરાયેલા હાથીના હુમલાઓમાંથી બચી ગયા હતા. જોકે તેમને સામાન્ય ઈજાઓ થઈ હતી, પરંતુ તેમને તાત્કાલિક કુરકાંચેરીની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

બે હાથીઓ વચ્ચે થઈ લડાઈ

ગુસ્સે ભરાયેલા હાથીએ અરાટ્ટુપુઝા દેવતાની શોભાયાત્રામાં ભાગ લેનાર અન્ય હાથી પુથુપલ્લી અર્જુનનને પણ નિશાન બનાવ્યો હતો. જેના કારણે બે હાથીઓ વચ્ચે લડાઈ થઈ હતી. હાથીઓ પર સવાર લોકો જમીન પર પડ્યા અને ઘાયલ થયા હતા, જ્યારે ભાગવાનો પ્રયાસ કરી રહેલા અન્ય લોકો પણ અંધાધૂંધીમાં પડી ગયા અને ઘાયલ થયા હતા. ઘાયલ હાથી અર્જુનને હાથીઓની ટુકડી દ્વારા રોકવામાં આવે તે પહેલાં લગભગ 1 કિમી સુધી શહેરમાં દોડવાનું ચાલુ રાખ્યું હતું.

અહીં જૂઓ બે હાથીઓ વચ્ચેનું યુદ્ધ:

 

આ પણ વાંચો: દિલ્હીમાં છોકરી પર છરી વડે હુમલો, જૂઓ ભયાનક CCTV

Back to top button