ટ્રેન્ડિંગનેશનલમીડિયાયુટિલીટી

Jio ફ્રી રિચાર્જના નામે થઈ રહી છે મોટી છેતરપિંડી, તમે તો નથી કરી રહ્યાને આ ભૂલ?

  • આ દિવસોમાં Jioના ફ્રી રિચાર્જના નામે મોટી છેતરપિંડી ચાલી રહી છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નના નામે વોટ્સએપ પર એક વાયરલ મેસેજ ફરતો થઈ રહ્યો છે, જેના કારણે તમારે મોટું નુકસાન ઉઠાવવું પડી શકે છે

HD ન્યૂઝ ડેસ્ક, 16 જુલાઈ: આ દિવસોમાં WhatsApp પર Jio ફ્રી રિચાર્જના નામે એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પ્રસંગે 3 મહિનાનું ફ્રી રિચાર્જ આપવાનો દાવો કરવામાં આવી રહ્યો છે અને એક લિંક આપવામાં આવી રહી છે. તેના દ્વારા હેકર્સ મોટી છેતરપિંડી કરી શકે છે. તાજેતરમાં ખાનગી ટેલિકોમ કંપનીઓએ મોબાઈલ પ્લાન મોંઘા કર્યા છે. આ સમયે ફ્રી રિચાર્જ વિશેના સંદેશાઓ વપરાશકર્તાઓને ફસાવી શકે છે.

હેકર્સ વોટ્સએપમાં ફેલાવી રહ્યા છે આ નકલી મેસેજ

વોટ્સએપ પર હેકર્સ લોકોને એક લિંક સાથે મેસેજ મોકલી રહ્યા છે, જેમાં લખ્યું છે, ’12મી જુલાઈના રોજ અનંત અંબાણીના લગ્ન પ્રસંગે મુકેશ અંબાણીજી સમગ્ર ભારતમાં 3 મહિનાનું 749 રૂપિયાનું ફ્રી રિચાર્જ આપી રહ્યાં છે. તો હવે નીચેની વાદળી લિંક પર ક્લિક કરીને તમારો નંબર રિચાર્જ કરો.’ આ પછી બે લિંક આપવામાં આવી છે.

જો તમારી પાસે પણ આવા મેસેજ કે વોટ્સએપ ફોરવર્ડ છે તો તમારે સાવધાન રહેવાની જરૂર છે. આ પ્રકારનો મેસેજ સંપૂર્ણપણે નકલી છે અને તમે લિંક પર ક્લિક કરીને છેતરાઈ શકો છો. જો તમે આ લિંક પર ભુલથી પણ ક્લિક કરો છો તો તમે તમારુ જ નુકશાન કરી રહ્યા છો. હેકર્સને તમારા ફોનની ઍક્સેસ મળી શકે છે અને તમારો વ્યક્તિગત ડેટા અથવા બેંકિંગ વિગતો હેકર્સના હાથમાં જઈ શકે છે.

ભૂલથી પણ આ ભૂલ ન કરો

આવા સંદેશાઓ સંપૂર્ણપણે નકલી છે. તેને ઓળખવું ખૂબ જ સરળ છે. ઉપર લખેલા વોટ્સએપ ફોરવર્ડમાં તમને ઘણી ભૂલો દેખાશે.

  1. તમારા ફોન પર એસએમએસ અથવા વોટ્સએપ અથવા ઈ-મેલ દ્વારા મળેલા કોઈપણ સંદેશ પર આપેલ લિંક પર ક્યારેય ક્લિક કરશો નહીં. આ તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.
  2. કોઈપણ પ્રકારની ફ્રી ઑફર, પ્રાઈઝ મની, ફ્રી ડિલિવરી, ગિફ્ટ વગેરે ધરાવતા કૉલ્સ અથવા મેસેજથી દૂર રહો. આવા મેસેજ સામાન્ય રીતે હેકર્સ દ્વારા વાયરલ કરવામાં આવે છે, જેથી લોકો સરળતાથી તેમની જાળમાં ફસાઈ શકે.

Jio નો 749 રૂપિયાનો પ્લાન

Jioનો રૂ. 749 રિચાર્જ પ્લાન ત્રણ મહિનાની વેલિડિટી આપતો નથી. પ્લાન મોંઘો થયા બાદ હવે યુઝર્સને તેમાં માત્ર 72 દિવસની વેલિડિટી સાથે મળી રહ્યો છે. આ પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ વોઈસ કોલિંગ સાથે દરરોજ 2GB ડેટા અને 100 ફ્રી SMSનો લાભ મળે છે. એટલું જ નહીં, Jio આ પ્લાનમાં 20GB એક્સ્ટ્રા ડેટા અને અનલિમિટેડ 5G ડેટા પણ ઓફર કરી રહ્યું છે.

આ પણ વાંચો: Jio લાવ્યું 365 દિવસ માટે બે નવા પ્લાન, અનલિમિટેડ કૉલિંગ અને ડેટા; જાણો કિંમત

Back to top button