ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતનેશનલબિઝનેસમધ્ય ગુજરાતયુટિલીટી

ICICI બેંકે ગ્રાહકોને આપી ચેતવણી: Extortion Scamથી સાવધાન રહો, આ ભૂલ ન કરશો

  • સાયબર ઠગ લોકોને છેતરવા માટે તેમને નકલી ફોટા, ડ્રગ કેસ, મની લોન્ડરિંગ અને અન્ય બનાવટી કેસમાં સામેલ હોવાની માહિતી આપે છે

નવી દિલ્હી, 08 જુલાઇ: દેશની ખાનગી ક્ષેત્રની મોટી બેંકોમાં ICICI બેંકનું નામ પણ સામેલ છે. તેણે તેના ગ્રાહકોને એક મહત્વપૂર્ણ ચેતવણી આપી છે અને તેમને સાવચેત રહેવા માટે કહ્યું છે. ખાનગી ક્ષેત્રની આ બીજી સૌથી મોટી બેંક છે. લાખો લોકો તેની સેવાનો ઉપયોગ કરે છે. ICICI બેંક દ્વારા પોતાના ગ્રાહકોને ઈમેલ દ્વારા શેર કરવામાં આવેલી ચેતવણીમાં લોકોને Extortion Scamથી સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે. આવા કિસ્સાઓમાં, સાયબર ગુનેગારો લોકોને છેતરવા માટે તેમને નકલી ફોટા, નકલી ડ્રગ કેસ, નકલી મની લોન્ડરિંગ અને અન્ય બનાવટી કેસમાં સામેલ હોવાની માહિતી આપે છે. આ પછી, તે ધરપકડના નામે ડરાવે-ધમકાવે છે અને અંતે તે લાખો રૂપિયાની ઉચાપત કરે છે.

Extortion Scam શું છે?

Extortion Scam હેઠળ, સાયબર ઠગ સામાન્ય લોકો પાસેથી પૈસા લૂંટે છે. આ પ્રકારના કૌભાંડમાં, સાયબર ગુનેગારો લોકોને ઈમેલ અથવા મેસેજ કરીને ધમકી આપે છે કે તેમની પાસે પીડિતના અંગત અથવા ખાનગી ફોટા છે, જેના બદલામાં તેઓ પૈસા અથવા બેંક વિગતોની માંગણી કરે છે. જો પૈસા નહીં ચૂકવવામાં આવે તો તેઓ તે ફોટા અને વીડિયો ઇન્ટરનેટ પર શેર કરવાની ધમકી આપે છે.

નકલી Extortion Scamને કેવી રીતે ઓળખવું?

અહેવાલોમાં ICICI બેંકના ઈમેલને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, તમે આ કૌભાંડને કેવી રીતે ઓળખી શકો છો. આ માટે, તમારે તાજેતરમાં થઈ રહેલા નવીનતમ કૌભાંડોથી વાકેફ હોવું જોઈએ. ઘણીવાર આવા કૌભાંડોમાં અજાણ્યા નંબર પરથી કોલ આવે છે, કોલ કરનાર કોઈ સરકારી એજન્સીનો અધિકારી અથવા તો પોલીસકર્મી હોવાનો ડોળ(નાટક) કરે છે, જે ખરેખર નકલી હોય છે.

ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપીને ડરાવી શકે છે

આ પછી, તેઓ તમને નકલી કેસ, ડ્રગ કેસ અથવા મની લોન્ડરિંગ કેસમાં ફસાવવાની ધમકી આપી શકે છે અને ધરપકડનો ડર પણ બતાવી શકે છે. આ સિવાય આ સાયબર ઠગ પીડિતને એટલો ડરાવે છે કે, તેઓ તમારી ધરપકડ કરવા તમારા ઘરે આવે છે. આ પછી તેઓ તમારી મહત્ત્વપૂર્ણ વિગતો, OTP અથવા સીધા પૈસાની માંગણી કરી શકે છે.

લાખો રૂપિયાની ઉચાપત કરી શકે છે

આવા કોલ્સ પર બેંક વિગતો અથવા પૈસા ટ્રાન્સફર ન કરવા જોઈએ. આ સિવાય કોઈપણ લિંક વગેરે પર ક્લિક કરવી જોઈએ નહીં તેમજ તમારે સ્કેમર્સના કહેવા પર કોઈપણ એપ ઇન્સ્ટોલ કરવાની જરૂર નથી. આવી સ્થિતિમાં તમારે નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને તે નંબર વિશે જણાવવું જોઈએ. આ અંગે તમે સાયબર સેલમાં પણ ફરિયાદ કરી શકો છો.

આ પણ જુઓ: જામીનની શરતમાં ગૂગલ મેપ પરથી લોકેશન માંગવુ ખોટું છે; સુપ્રીમ કોર્ટ કેમ ગુસ્સે થઈ?

Back to top button