ટ્રાવેલટ્રેન્ડિંગ

દહેરાદૂન પાસે એક સુંદર હિલ સ્ટેશન, અહીં જઈ શકતા નથી વિદેશી ટુરિસ્ટ, જાણો કેમ

  • ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનથી ત્રણ કલાકના અંતરે, એક સુંદર હિલ સ્ટેશન આવેલું છે જ્યાં ઘણા ભારતીયો વારંવાર આવે છે

HD ન્યુઝ ડેસ્કઃ ભારત ખૂબ સુંદર દેશ છે, જ્યાં જોવા અને ફરવા માટે પુષ્કળ જગ્યાઓ છે. ભારતમાં અનેક હિલ સ્ટેશનો છે જે તેમની સુંદરતા, શાંતિ અને ઐતિહાસિક મહત્ત્વ માટે પ્રખ્યાત છે. ભારતના એક સુંદર રાજ્ય ઉત્તરાખંડમાં અનેક સુંદર હિલ સ્ટેશનો છે, જે વેકેશન માટે લોકપ્રિય છે. ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂન Dehradunથી ત્રણ કલાકના અંતરે, એક સુંદર હિલ સ્ટેશન આવેલું છે જ્યાં ઘણા ભારતીયો વારંવાર આવે છે, પરંતુ વિદેશી પ્રવાસીઓને આ હિલ સ્ટેશનની મુલાકાત લેવાની મનાઈ છે અને રાત્રિ રોકાણને ગુનો માનવામાં આવે છે. ચાલો આ હિલ સ્ટેશન વિશે વધુ જાણીએ.

કયું હિલ સ્ટેશન?

આપણે જે સુંદર હિલ સ્ટેશન વિશે વાત કરી રહ્યા છીએ તેનું નામ ચકરાતા છે. તમે તેના વિશે ઘણી વાર સાંભળ્યું હશે. ચકરાતા એ દેહરાદૂન શહેરમાં આવેલું એક નાનું શહેર છે. તે શહેરના કેન્દ્રથી આશરે 295 કિમી દૂર છે અને બાય કાર જવામાં લગભગ ત્રણ કલાક લાગે છે. ચકરાતાની મુલાકાત લેવા માટે તમારે દેહરાદૂન જવું પડશે, જ્યાં તમે ત્યાંથી કેબ અથવા ટેક્સી બુક કરી શકો છો.

આ પણ વાંચોઃ ભારતથી 16698 કિમી દૂર છે આ દેશ, ફ્લાઈટથી જવામાં લાગે છે 30 કલાક

વિદેશી પ્રવાસીઓ પર પ્રતિબંધ કેમ છે?

ચકરાતા એક કેન્ટોનમેન્ટ એરિયા છે, જ્યાં અનેક સૈન્ય છાવણીઓ અને લશ્કરી ઠેકાણાઓ આવેલા છે. ઊંચાઈ પર સ્થિત ચકરાતા અનેક ગુપ્તચર એજન્સીઓનું ઘર છે. વધુમાં તે ભારત-ચીન સરહદની નજીક છે, તેથી સુરક્ષા કારણોસર વિદેશી પ્રવાસીઓને આ વિસ્તારમાં પ્રવેશવાની મનાઈ છે. અહીં પ્રવેશતા જ બધા પ્રવાસીઓના ID કાર્ડ તપાસવામાં આવે છે, અને જો તેમને કંઈ શંકા હોય તો સૈનિકો તેમને રોકી શકે છે. અહીં અનેક સ્થળોએ આર્મી બેરિકેડ લગાવવામાં આવ્યા છે. વિદેશી પ્રવાસીઓને ગૃહ મંત્રાલયની પરવાનગીથી જ પ્રવેશવાની મંજૂરી છે. જો કે કોઈપણ વિદેશી પ્રવાસીને ચકરાતામાં રાત વિતાવવાની મંજૂરી નથી.

આ પણ વાંચોઃ વાઇબ્રન્ટ સમિટમાં મુકેશ અંબાણીની 5 મોટી જાહેરાત, જાણો મોદીએ શું કહ્યું?

Back to top button