ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

જાપાનમાં 6.1ની તીવ્રતાના ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા

Text To Speech
  • જાપાનમાં જોરદાર ભુકંપના આંચકા
  • ભુકંપનું કેન્દ્ર ટોક્યોથી 107 કિમી દૂર નોંધાયુ
  • આ આંચકા બપોરે 3.33 કલાકે આવ્યા હતા

શુક્રવારે જાપાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.1 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું કે ભુકંપનું કેન્દ્ર ટોક્યોથી 107 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં સ્થિત હતું. તેમણે કહ્યું કે ભૂકંપની ઊંડાઈ 65 કિલોમીટર હતી.

આ આંચકા બપોરે 3.33 કલાકે આવ્યા હતા
જાપાનના રાષ્ટ્રીય ભુકંપ વિજ્ઞાન કેન્દ્ર અનુસાર, આ આંચકા શુક્રવારે(26મે) બપોરે 3.33 કલાકે આવ્યા હતા. હજુ સુધી કોઈ નુકસાનના સમાચાર સામે આવ્યા નથી. તેમજ સુનામીની કોઈ ચેતવણી પણ જાહેર કરવામાં આવી નથી. જાણકારી મુજબ, જાપાનના ચિબા અને ઇબારાકી પ્રાંતોમાં જોરદાર ભુકંપના આંચકા નોંધાયા હતા, પરંતુ યુએસજીએસએ જણાવ્યું હતું કે આ આંચકામાં નુકસાનની શક્યતા ખુબ ઓછી છે.

5 મેના રોજ ભૂકંપના કારણે એક વ્યક્તિનું મોત થયું હતું.
જાપાનના સ્થાનિક ક્યોડો ન્યૂઝ સર્વિસે જણાવ્યું હતું કે ઇબારાકીમાં ટોકાઈ નંબર 2 પરમાણુ પાવર પ્લાન્ટમાં કોઈ પણ નુકશાન થયુ નથી. અગાઉ, પણ 5 મેના રોજ, મધ્ય જાપાનમાં એક શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને 20 થી વધુ લોકો ઘાયલ થયા હતા. તમને જણાવી દઈએ કે જાપાન વિશ્વના સૌથી વધુ ભૂકંપ પ્રભાવિત દેશોમાંથી એક છે.

આ પણ વાંચો: ચીનમાં મળ્યું વર્લ્ડ વોર 2નું ‘ભૂતિયા’ બંકર, લોકો પર થતું હતું જૈવિક હથિયારોનું પરિક્ષણ!

Back to top button