ટ્રેન્ડિંગવર્લ્ડસાયન્સ એન્ડ ટેકનોલોજી

ચીનમાં મળ્યું વર્લ્ડ વોર 2નું ‘ભૂતિયા’ બંકર, લોકો પર થતું હતું જૈવિક હથિયારોનું પરિક્ષણ!

Text To Speech

પુરાતત્વવિદોએ ચીનમાં બીજા વિશ્વયુદ્ધના એક ભયાનક બંકરનો પર્દાફાશ કર્યો છે, જેમાં બહાર આવ્યુ છે કે જાપાની સૈન્યે મનુષ્યો પર નિર્દયતા પુર્વક વાઇરસ અને અન્ય ચેપી જીવાણુને પ્રયોગ બીજા વિશ્વ યુધ્ધ દરમિયાન કર્યો હતો. આ પ્રયોગોનો હેતુ લોકો પર જૈવિક શસ્ત્રોનું પરીક્ષણ કરવાનો હતો. તાજેતરમાં ચીનના પુરાતત્વવિદોને બીજા વિશ્વ યુદ્ધનું આ ‘હોરર બંકર’ મળી આવ્યુ છે. આ બંકરોમાંથી માનવ પ્રયોગો માટેના જાપાની સંશોધકોના ભયાનક જૈવિક શસ્ત્રો માટેના ઘણા પ્રકારના ડેટા મળી આવ્યા છે.

કોણે બનાવ્યુ હતુ આ બંકર?

‘ધ ઈન્ડિપેન્ડન્ટ’ના એક સમાચાર અનુસાર, આ બંકરનું સ્થાન પૂર્વોત્તર ચીનના હેઈલોંગજિયાંગ પ્રાંતના આંડા શહેરની નજીક છે. કથિત રીતે, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, જાપાની વૈજ્ઞાનિકોએ અહીં મનુષ્ય સાથે સંબંધિત વિષયો પર ઘણા ભયંકર પ્રયોગો કર્યા હતા. આ બંકરનો ઉપયોગ જાપાનીઝ ઈમ્પીરીયલ આર્મીના કુખ્યાત યુનિટ 731 દ્વારા કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે. આ યુનિટે 1935 અને 1945ની વચ્ચે કેટલાક સૌથી ઘાતકી જૈવિક હથિયારોના પ્રયોગો કર્યા હતા. આ જ કારણે બાદમાં આ યુનિટને ઘણી બદનામીનો સામનો પણ કરવો પડ્યો હતો. બેક્ટેરિયોલોજિકલ વોરફેર ડિપાર્ટમેન્ટે આ સ્થળની દેખરેખ રાખી હતી અને વિશેષ જેલોમાં રાખવામાં આવેલા કેદીઓ પર તેના મોટાભાગના પ્રયોગો કર્યા હતા.

ક્યારે બનાવાયુ હતું આ બંકર?

એક રિપોર્ટ સામે આવ્યો છે તેમાં જણાવાયું છે કે આંડા સાઇટ પર યુનિટ 731ના પ્રયોગોમાં કેદીઓને જીવલેણ રોગોથી સંક્રમિત કરવા અને નવા જૈવિક શસ્ત્રોનું પરીક્ષણ કરવામાં આવતું હતું. જાપાની સૈન્યએ આ સાઇટ પર ચેપી રોગોના પ્રસાર માટે ભૂગર્ભ બંકરોમાં વિશ્વના માનવો પર કેટલાક સૌથી ભયાનક પ્રયોગો કર્યા હતા. હેઇલોંગજિયાંગ પ્રાંતીય સાંસ્કૃતિક અવશેષો અને પુરાતત્વ સંસ્થાના સંશોધકોએ જણાવ્યું હતું કે 1941માં બનેલ આંડા વિશેષ પરીક્ષણ ક્ષેત્ર એ જાપાની યુનિટ 731ની સૌથી મોટી, સૌથી વધુ સુસજ્જ અને સૌથી વધુ ઉપયોગમાં લેવાતી પરીક્ષણની જગ્યા હતી.

આ પણ વાંચો: લાલ હૈ, લાલ હૈ… પાકિસ્તાનના દરેક બજારમાં કેમ લાગી રહ્યા છે આવા અવાજો? જાણો કારણ

Back to top button