ગુજરાતટ્રેન્ડિંગ

નડિયાદમાં 17 વર્ષના કિશોરે પ્રેમજાળમાં ફસાવી 12 વર્ષની બાળા પર દુષ્કર્મ આચર્યું

Text To Speech
  • પેટમાં દુઃખાવો થતાં બાળાએ ફોઈને સમગ્ર હકીકત જણાવી
  • નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ હતી
  • પોલીસે કિશોરની અટકાય કરી તપાસ હાથ ધરી છે

નડિયાદમાં 17 વર્ષના કિશોરે પ્રેમજાળમાં ફસાવી 12 વર્ષની બાળા પર દુષ્કર્મ આચર્યું છે. જેમાં કિશોરે પ્રેમજાળમાં ફસાવી પડોશમાં રહેતી લઘુમતી કોમની 12 વર્ષની બાળા પર મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. પખવાડિયા પછી પેટમાં દુઃખાવો થતાં બાળાએ ફોઈને સમગ્ર હકીકત જણાવ્યા બાદ નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ હતી.

પોલીસે કિશોરની અટકાય કરી તપાસ હાથ ધરી છે

પોલીસે કિશોરની અટકાય કરી તપાસ હાથ ધરી છે. નડિયાદમાં ફોઈના ઘરે રહેતી લઘુમતી કોમની 12 વર્ષીય સગીરાને પડોશમાં રહેતા 17 વર્ષીય કિશોરે પોતાના પ્રેમજાળમાં ફસાવી હતી. ગત તા. 14 ઓક્ટોબરે સગીરાએ પોતાની ફોઈને કહ્યું હતું કે, આપણા ઘરની સામે રહેતો કિશોર તેણીની સાથે બોલવાનું કહી મળવાની જીદ કરે છે. જેથી સગીરાની ફોઈએ કિશોરના ઘરે તેની માતાને મળી કિશોરની હરકત બાબતે જાણ કરી હતી. સામે માતાએ પણ દીકરાને ઠપકો આપશે તેવી વાત પણ કરી હતી.

કિશોરે ફરીથી મને આ ઓરડીમાં લઈ જઈ શારિરીક અડપલા કર્યા

બાદમાં તે જ દિવસે બપોરે સગીરાને પેટમાં અસહ્ય દુઃખાવો થતા તેના ફોઈ તેણીને દવાખાને લઈ જઈ દવા કરાવી હતી. તો પણ સાંજ સુધી તેને સારૂ ન લાગતા ફોઈએ પ્રેમથી ભત્રીજીને પુછતા તેણીએ જણાવેલું કે, પડોશમાં રહેતો કિશોર પ્રેમજાળમાં ફસાવી ઈશારા કરી મને બોલાવતો હતો અને મારી સાથે બોલવા માટે જીદ કરતો હતો. પખવાડિયા અગાઉ આ કિશોરે મને નજીક આવેલી ઓરડીમાં સવારના સમયે લઈ જઈ મારે સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. જેના કારણે આ દુઃખાવો થાય છે. જે તે સમયે મે કોઈને આ વાતની જાણ કરી નહોતી. પરંતુ 12 ઓક્ટોબરના રોજ આ કિશોરે ફરીથી મને આ ઓરડીમાં લઈ જઈ શારિરીક અડપલા કર્યા હતા. સમગ્ર બનાવ મામલે નડિયાદ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો: ગુજરાત: બનાસકાંઠાના વાવની પેટા ચૂંટણીમાં જામશે ત્રિપાંખિયો જંગ

Back to top button