ગુજરાતમાં હનીટ્રેપનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સુંદરતાની જાળમાં ગુજરાત પોલીસ એક-બે નહીં પરંતુ છ આઈપીએસ અધિકારીઓ ફસાઈ ગયા છે. મળતી માહિતી મુજબ હની ટ્રેપિંગ કરનાર યુવતીએ અધિકારીઓ પાસેથી કરોડો રૂપિયાની ઉચાપત કરી હતી. આ પછી પણ આ પોલીસ અધિકારીઓ મોઢું ખોલવા તૈયાર ન હતા. ત્યારે આ સમગ્ર ઘટના સામે આવ્યા બાદ ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
ઘોડેસવારી કરતી યુવતીએ 6 IPSનો કર્યો શિકાર
મધ્યપ્રદેશ ઈન્દોરની એક યુવતીએ લગભગ આઠ મહિના પહેલા ગાંધીનગરની ટ્રેનિંગ એકેડમીમાં ઘોડેસવારી માટે નોંધણી કરાવી હતી. આ યુવતી સૌપ્રથમ સોશિયલ મીડિયા અને મેસેજ દ્વારા એક યુવા IPS ઓફિસરના સંપર્કમાં આવી હતી. અને ત્યાર બાદ ધીમે ધીમે નિકટતા વધારી અને અધિકારીને તેની જાળમાં ફસાવી લીધા. ત્યારે જાણ મળી રહી છે કે તેણે યુવા અધિકારી પાસેથી લાખો રૂપિયાની ઉચાપત કરી હતી. આ પછી એક પછી તે જ યુવતીએ છ આઈપીએસ અધિકારીઓને પોતાની જાળમાં ફસાવીને કરોડો રૂપિયાની ઉચાપત કરી છે. જેમાંથી ચાર આઈપીએસ અધિકારીઓ સંપૂર્ણપણે હનીટ્રેપમાં શિકાર બની ગયા હતા, જ્યારે બે અધિકારીઓ જાળમાં ફસાય તે પહેલા જ નાસી છૂટ્યા હતા.
આ પણ વાંચો: પાકિસ્તાની મહિલા અને ISIના હનીટ્રેપમાં ફસાયો ભારતીય જવાન, રાજસ્થાન પોલીસ દ્વારા ધરપકડ
હાઈપ્રોફાઈલ હનીટ્રેપની ઘટના
પોલીસ એકેડમીમાં હાઈપ્રોફાઈલ હનીટ્રેપની ઘટના આઠ મહિના પહેલા પ્રકાશમાં આવી હતી. અહીં અનેક IPS ઓફિસરોને એક યુવતીએ પોતાની જાળમાં ફસાવ્યા હતા. હનીટ્રેપ અને પૈસાની વસૂલાતને લગતી આ બાબત પર ઘણી આંતરિક ચર્ચા થઈ રહી છે, પરંતુ ફસાયેલા આઈપીએસ અધિકારીઓ ફરિયાદ કરવાનું ટાળી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ યુવતી પાસે આ અધિકારીઓના મેસેજ, ફોટો અને વીડિયો પણ છે. જેને લઈને તે મોં ખોલવાનું ટાળી રહ્યા છે.