ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

પાકિસ્તાની મહિલા અને ISIના હનીટ્રેપમાં ફસાયો ભારતીય જવાન, રાજસ્થાન પોલીસ દ્વારા ધરપકડ

Text To Speech

ભારતીય સેનાના જવાન પ્રદીપ કુમારની શનિવારે, 21 મેના રોજ પાકિસ્તાનને લશ્કરી માહિતી લીક કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. રાજસ્થાન પોલીસ દ્વારા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. આઈએસઆઈ સમર્થિત પાકિસ્તાની મહિલાને ભારતીય સેના સંબંધિત માહિતી લીક કરવા બદલ 24 વર્ષીય સૈન્ય કર્મચારીઓ વિરૂદ્ધ કાયદેસરના પગલા ભરવામાં આવ્યા છે.

રાજસ્થાનના જોધપુરમાં રહેતો પ્રદિપ કુમાર ફેસબુક દ્વારા પાકિસ્તાની મહિલાના સંપર્કમાં આવ્યો હતો. આ મહિલાએ તેને એક હિન્દુ યુવતી તરીકે ઓળખ આપી અને મિત્રતા કેળવી હતી. અહેવાલ એવા પણ છે કે આ મહિલાએ તે મધ્યપ્રદેશના ગ્વાલિયરની રહેવાસી હોવાનું કહીને સંબંધો કેળવ્યા હતા. ત્યારબાદ મહિલા થકી પાકિસ્તાની એજન્ટે પ્રદિપ કુમાર સાથે ઘરોબો કેળવ્યો હતો.

પાકિસ્તાની એજન્ટે બેંગાલુરૂમાં નોકરી કરતો હોવાનું કહી વિશ્વાસ કેળવ્યો
પાકિસ્તાની એજન્ટે કુમારને વિશ્વાસ અપાવ્યો કે તે બેંગલુરુમાં એક કોર્પોરેટ ફર્મ માટે કામ કરે છે. થોડા મહિનાઓ બાદ પ્રદિપ કુમારને લગ્નને બહાને દિલ્હી બોલાવવામાં આવ્યો હતો ત્યારબાદ તેની પાસેથી સેના સંબંધતિ ગોપનીય દસ્તાવેજો અને સૈન્ય વ્યૂહાત્મક મહત્વ સાથે જોડાયેલી ગુપ્ત માહિતી તથા તસ્વીરો મહિલા થકી પાકિસ્તાન મોકલવામાં આવી હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે.

6 મહિના પહેલા જ મહિલા સાથે થયો હતો સંપર્ક
કામણગારી માયાજાળ રચનાર મહિલા જે કથિત રીતે ઈન્ટર-સર્વિસિસ ઈન્ટેલિજન્સ એટલે કે ISI માટે કામ કરે છે તે છ મહિના પહેલા જ પ્રદિપ કુમારના સંપર્કમાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર બંને વ્હોટ્સએપ થકી એકબીજા સાથે વાતો કરતા હતા. ઈન્ટેલિજન્સ વિભાગના ડીજી ઉમેશ મિશ્રાના જણાવ્યા પ્રમાણે પ્રદિપ કુમારે વોટ્સએપ દ્વારા પાક એજન્ટ સાથે વર્ગીકૃત દસ્તાવેજોની તસવીરોની આપલે કરી હતી અને અન્ય સૈનિકોને બલિનો બકરો બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કુમારની અન્ય એક મહિલા મિત્ર પણ આ ગુનામાં સામેલ હતી.

સામે આવેલી હકીકતો અને અન્ય પાસાઓને ધ્યાનમાં રાખીને પોલીસ વિભાગ સહીત વિવિધ એજન્સીઓ આ પ્રકરણની તલસ્પર્શી તપાસ કરી રહી છે.

Back to top button