મોસ્કોઃ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આખી દુનિયાઆ યુદ્ધને સમાપ્ત થશે તેવી આશા સેવી રહ્યું છે. લોકો એક જ પ્રાર્થના કરી રહ્યાં કે દુનિયા ત્રીજા વિશ્વયુદ્ધમાં ન હોમાય જાય. આ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની કથિત ગર્લફ્રેન્ડનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં વ્લાદિમીર પુતિનની કથિત ગર્લફ્રેન્ડ અલીના કબેવા ડાન્સ કરતી જોવા મળે છે. અલીના સોચીમાં એક જિમ્નાસ્ટ ચેમ્પિયનશિપની ટ્રેનિંગ લઈ રહી છે. તેના અને પુતિન વચ્ચેના સંબંધોને લઈને જોરદાર અફવાઓ છે. જો કે બંનેએ આ અફવાઓનું હંમેશા ખંડન કર્યું છે. અલીના રશિયાની પૂર્વ સાંસદ છે.
શું છે વાયરલ વીડિયોમાં
વાયરલ વીડિયોમાં અલીના ટ્રેનિંગ સેશન દરમિયાન ડાન્સ કરી રહી છે. જે ટ્રેનિંગ સેશનમાં તે ડાન્સ કરે છે તે બ્લેક સી રિસોર્ટ સોચીમાં આયોજિત કરાયો હતો. ખાસ વાત એ છે કે પોતાના ડાન્સ દરમિયાન અલીના રશિયન સેના સાથે જોડાયેલો ઝેડ બેઝ પણ પહેરેલો જોવા મળે છે.
પશ્ચિમી દેશોમાં રશિયન સેના સાથે જોડાયેલાં ઝેડ બેઝને સારો નથી ગણવામાં આવતો. તેને બર્બરતાનું પ્રતીક માનવામાં આવે છે. પુતિનના કેટલાંક ટીકાકાર આ પ્રતીકની તુલના અડોલ્ફ હિટલરના સ્વસ્તિકના ચિન્હ સાથે કરે છે.
ઝેલેન્સ્કીનો પુતિન પર પ્રહાર
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સ્કી સમાચાર ચેનલ લા ચાઈન ઈન્ફોને આપેલા એક ઈન્ટરવ્યૂમાં યુદ્ધ અંગે વાત કરતા રશિયા પર પ્રહાર કર્યા. એવું પૂછવામાં આવતા કે શું પુતિનની તેમના પ્રત્યે વ્યક્તિગત ધૃણા હતી? ઝેલેન્સ્કીએ જવાબ આપ્યો કે- મારા વ્યક્તિત્વ અને યુક્રેનના રાષ્ટ્રપતિ તરીકે મારી ભૂમિકા માટે તેમના મનમાં છબિ સકારાત્મક ન હતી.
In an interview with the LCI channel, #Ukrainian President #Zelenskyy said that he was ready to "punch #Putin in the face" even tomorrow, at the first opportunity. pic.twitter.com/KYI1fszi0z
— NEXTA (@nexta_tv) December 17, 2022
‘પુતિનના મોઢા પર મુક્કો મારવા માંગુ છું’
યુક્રેનના રાષ્ટ્રપતિએ વધુમાં કહ્યું- ‘એક માણસ, એક વાસ્તવિક વ્યક્તિ જો તે કોઈને સંદેશ મોકલવા માગે છે, જેમકે જો તે તેને મારવા માગે છે, તો તે પોતાના જોરે આવું કરે છે. જો મારી પાસે પુતિનને જણાવવા માટેનો આવો કોઈ સંદેશ હોત હું તેને એકલો કરત.’ આ ક્લિપને બેલારુસી મીડિયા આઉટલેટ નેક્સ્ટાએ આ સંદેશની સાથે ટ્વીટ કર્યો હતો કે યુક્રેનના રાષ્ટ્રપતિ કહ્યું હતું કે, ‘તેઓ પુતિનના ચહેરા પર ઘુંસો મારવા માટે તૈયાર છે.’ જોકે આ શબ્દોનો ઉપયોગ ઈન્ટરવ્યૂના અંશ નથી કરાયો, જે શુક્રવારે પ્રસારિત થયું હતું.