પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનો આજથી પ્રારંભ, આ છે સમગ્ર કાર્યક્રમ

અમદાવાદ આજથી એક મહિના માટે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવનો આજ સાંજથી પ્રારંભ થશે.સાંજે બીએપીએસના છઠ્ઠા આધ્યાત્મિક વારસદાર પૂજ્ય મહંત સ્વામી તેમજ અન્ય વડીલ સંતોની ઉપસ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહોત્સવને ખુલ્લો મૂકશે. ત્યારે આ મહોત્સવમાં ભાગ લેવા દેશ વિદેશના હરિભક્તો અને ગુજરાતના હરિભક્તો પણ મોટી સંખ્યમાં અમદાવાદ આવી પહોંચ્યા છે.
શતાબ્દી મહોત્સવ અંતર્ગત અનેક કાર્યક્રમનું આયોજન
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આજે સાંજે કાર્યક્રમનુ ઉદઘાટન કરશે. ત્યારે આ સમગ્ર કાર્યક્રમને લઇને રૂપરેખા જાહેર કરવામાં આવી છે. એક મહિને સુધી કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું છે તો તે સમગ્ર કાર્યક્રમ ‘પ્રમુખસ્વામી મહારાજનગર’ ખાતે યોજાશે. પ્રમુખસ્વામી મહારાજના જીવન, કાર્ય અને સંદેશને કેન્દ્રમાં રાખીને દરેક દિવસના વિવિધ વિષયો નિર્ધારિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રોજ મધ્યાહને અલગ-અલગ મહિલા કાર્યક્રમો, સવારે વિવિધ વિષયક એકેડેમિક કોન્ફરન્સ તથા એસોસિએશનોની કોન્ફરન્સ જેવા વિવિધ કાર્યક્રમોની ભરમાર રહેશે.

આ પણ વાંચો: કાલે પીએમ મોદી ફરી ગુજરાત આવશે, અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહોત્સવ ખુલ્લો મુકશે
કાર્યક્રમની વિગત
- 14 ડિસેમ્બરે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનો ઉદ્ઘાટન યોજશે
- 15 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય માનવ ઉત્કર્ષ સંમેલન ઉદ્ઘાટન
- 16 ડિસેમ્બરે સંસ્કૃતિ દિન,
- 17 ડિસેમ્બરે પરાભક્તિ દિન
- 18 ડિસેમ્બરે મંદિર ગૌરવ દિન
- 19 ડિસેમ્બરે ગુરુભક્તિ દિન
- 20 ડિસેમ્બરે સંવાદિતા દિન
- 21 ડિસેમ્બરે સમરસતા દિન
- 22 ડિસેમ્બરે આદિવાસી ગૌરવ દિન
- 23 ડિસેમ્બર અધ્યાત્મ અને આરોગ્ય દિન
- 24 ડિસેમ્બરે વ્યસન મુક્તિ જીવન પરિવર્તન દિન
- 25 ડિસેમ્બરે રાષ્ટ્રીય સંમેલન
- 26 ડિસેમ્બર સ્વામિનારાયણીય સંત સાહિત્ય લોકસાહિત્ય દિન
- 27 ડિસેમ્બરે વિચરણ સ્મૃતિદિન
- 28 ડિસેમ્બરે સેવા દિન
- 29 ડિસેમ્બરે પારિવારિક એકતા દિન
- 30 ડિસેમ્બરે સંસ્કાર અને શિક્ષણ દિન
- 31 ડિસેમ્બરે દર્શન શાસ્ત્ર દિન
- 1 જાન્યુઆરીએ બાળ યુવા કીર્તન આરાધના
- 2 જાન્યુઆરીએ બાળ સંસ્કાર દિન
- 3 જાન્યુઆરીએ યુવા સંસ્કાર દિન
- 4 જાન્યુઆરીએ ગુજરાત ગૌરવ દિન
- 5 જાન્યુઆરીએ મહિલા દિન-1
- 6 જાન્યુઆરીએ બીએપીએસ અખાતી દેશ દિન
- 7 જાન્યુઆરીએ બીએપીએસ નોર્થ અમેરિકા દિન
- 8 જાન્યુઆરીએ બીએપીએસ યુકે-યુરોપ દિન
- 9 જાન્યુઆરીએ બીએપીએસ આફ્રિકા દિન
- 10 જાન્યુઆરીએ મહિલા દિન-
- 11 જાન્યુઆરીએ બીએપીએસ એશિયા પેસિફિક દિન
- 12 જાન્યુઆરીએ અક્ષરધામ દિન
- 13 જાન્યુઆરી સંત કીર્તન આરાધના
- 15 જાન્યુઆરીએ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉજવાશે