ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

દિલ્હીમાં AAP, ગુજરાતમાં BJP અને હિમાચલમાં કોંગ્રેસ કરશે “રાજ”!

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ભાજપને હરાવીને બહુમતી મેળવી છે. MCDમાં છેલ્લા 15 વર્ષથી ભાજપ સત્તામાં હતી. જ્યારે આમ આદમી પાર્ટીની સરકાર લગભગ નવ વર્ષથી રાષ્ટ્રીય રાજધાનીમાં અસ્તિત્વ ધરાવે છે. અત્યાર સુધીના પરિણામોમાં કુલ 250 વોર્ડમાં AAPના 134 ઉમેદવારો જીત્યા છે, જ્યારે ભાજપના 100થી વધુ ઉમેદવારો જીત્યા છે. કોંગ્રેસે માત્ર નવ બેઠકો જીતીને નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું. દિલ્હીમાં ભાજપની હાર પાછળ ઘણા કારણો હોવાનું માનવામાં આવે છે. દિલ્હી ભાજપમાં સત્તા વિરોધીથી લઈને કોઈ મોટા ચહેરાના અભાવે પાર્ટીને MCD ચૂંટણીમાં મોટો ફટકો પડ્યો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ચૂંટણી પરિણામ પહેલા મધુ શ્રીવાસ્તવે “મધપુડો છંછેડ્યો”, ભાજપ માટે કહી મોટી વાત

સતત 7મી વખત ભાજપની સરકાર બનશે

ગુજરાત અને હિમાચલમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે પરિણામોની રાહ જોવાઈ રહી છે. 8 ડિસેમ્બરે ચૂંટણીના પરિણામો આવવાના છે, જો કે તે પહેલા એક્ઝિટ પોલના પરિણામો પક્ષોની જીત અને હારની આગાહી કરી રહ્યા છે. ગુજરાતમાં સોમવારે બીજા તબક્કાના મતદાન બાદ આવેલા મોટાભાગના એક્ઝિટ પોલમાં સતત 7મી વખત ભાજપની સરકાર બનવાની આગાહી કરવામાં આવી છે.

સટ્ટોડીયાઓના મતે ભાજપને 140-142 બેઠક

મતદાન પૂર્ણ થયા અને એક્ઝીટ પોલ બાદ સટ્ટા બજારમાં પણ ભાજપના પ્રચંડ બહુમતના સંકેત છે. સટ્ટોડીયાઓના મતે ભાજપને 140-142 બેઠક તો આપને 4-6 બેઠક અને કોંગ્રેસને 30-34 બેઠક મળવાનું અનુમાન છે. બીજા તબક્કાના મતદાન અગાઉ સટ્ટાબજારનું સેશન ભાજપને 137-139નું હતું જે વધીને 140-142નું થયું છે.

આ પણ વાંચો: દિલ્હીમાં એક્ઝિટ પોલના આંકડા “અડધી ખુરશી” જેેટલા, ગુજરાત-હિમાચલમાં પણ ધબડકો થશે!

હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસને જીત મળશે

હિમાચલ પ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર જોવા મળી રહી છે. ભાજપને માત્ર થોડી જ બેઠકો વધુ મળશે તેવો અંદાજ એક્ઝિટ પોલમાં આપવામાં આવ્યો છે. જેમ કે એક્ઝિટ પોલના દાવા મુજબ હિમાચલમાં ભાજપને 25થી 27 જ્યારે કોંગ્રેસને ૩2 જેટલી અને આમ આદમી પાર્ટીને શુન્ય બેઠક મળી શકે છે. અન્યોના ફાળે ચારથી પાંચ બેઠક જઇ શકે છે.

ગુજરાતમાં ભાજપને 129થી 151 બેઠક મળી શકે

આંકડા પર નજર કરીએ તો ગુજરાતમાં આજતક-એક્સિસ માઇ ઇન્ડિયાના દાવા મુજબ ભાજપને 129થી 151 બેઠક મળી શકે છે. જ્યારે ઝીન્યૂઝ-બાર્કના સરવે મુજબ ભાજપને 110થી 125 બેઠક મળી શકે છે, મોટા ભાગના એક્ઝિટ પોલમાં 110થી વધુ બેઠકો આપવામાં આવી છે. જ્યારે કોંગ્રેસને ગુજરાતમાં 16થી 30 જ બેઠક મળવાનો દાવો આજતક-એક્સિસ માઇ ઇન્ડિયાએ કર્યો છે અને આપને 9થી 12 બેઠક આપી છે. ઝીન્યૂઝ-બાર્કના દાવા મુજબ કોંગ્રેસને 45થી 60 અને આપને 1થી 5બેઠક મળવાનો દાવો કરાયો છે.

Back to top button