ગુજરાતમાં ચૂંટણી પરિણામ પહેલા મધુ શ્રીવાસ્તવે “મધપુડો છંછેડ્યો”, ભાજપ માટે કહી મોટી વાત
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામ માટે ગણતરીના કલાકો બચ્યા છે. તેવામાં આજે ફરી વડોદરામાં વાઘોડિયાના અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવે મધનો મધપુડો છંછેડ્યો છે. અને વિવાદિત નિવેદન આપતા જણાવ્યું છે કે જીત્યા પછી મારા કાર્યકરો કહેશે તો ભાજપમાં જઈશ. તથા ભાજપે મારો ઉપયોગ કરી ને છોડી દીધો છે. અને 300 કરોડનું કૌભાંડ મેં ઝડપ્યું એટલે ટિકિટ આપી ન હતી. તેમજ અહીંના સાંસદ અને અન્ય નેતાઓએ મારી ટિકિટ કપાવી છે.
આ પણ વાંચો: દિલ્હીમાં એક્ઝિટ પોલના આંકડા “અડધી ખુરશી” જેેટલા, ગુજરાત-હિમાચલમાં પણ ધબડકો થશે!
મધુ શ્રીવાસ્તવે નિવેદન આપતા માહોલ ગરમાયો
વડોદરામાં વાઘોડિયાના અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવે નિવેદન આપતા માહોલ ગરમાયો છે. તથા આવતીકાલે પરીણામ આવશે અને હું જીતવાનો છું તેમ જણાવ્યું છે. જેમાં મારી સામે ભાજપ કોંગ્રેસ કે કોઈ પણ હોય હું લડતો રહીશ. તેમજ જણાવ્યું છે કે શેર અકેલા હી લડતા હૈ લડતા રહેગા. ભાજપે મારો ઉપયોગ કરી ને છોડી દીધો છે.
મધુ શ્રીવાસ્તવે અધિકારીઓને ચીમકી આપી
અગાઉ પણ મધુ શ્રીવાસ્તવે અધિકારીઓને ચીમકી આપી હતી. વાઘોડિયાથી અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવે અધિકારીઓને ધમકી આપતા કહ્યું કે ચૂંટણી જીત્યા પછી અધિકારીઓને નહીં છોડું. નાની ભાગોળ ખાતે યોજાયેલ સભામાં ડીજે બંધ કરાવતા ધમકી આપી હતી. ચૂંટણી જીત્યા પછી બતાવીશ કોણ અધિકારી અને કોણ મધુ શ્રીવાસ્તવ, અધિકારીઓની કચ્છ ભુજ બદલી ના કરું તો મારું નામ મધુ શ્રીવાસ્તવ નહીં. અગાઉ પણ મધુ શ્રીવાસ્તવે અનેક વખત અધિકારીઓને ધમકી આપી છે.
આ પણ વાંચો: જીજ્ઞેશ, હાર્દિક-અલ્પેશની ત્રીપુટી બેઠકો પર લાગ્યું “ગ્રહણ”, પરિણામ પર થશે ગંભીર અસર
7 નંબરનું બટન જ બતાવજો, બીજા તો 6 નંબરના છક્કાઓ
વાઘોડિયા બેઠકના અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે તમામ મુસીબતોમાં હું તમારી સાથે જ રહ્યો છું, હવે કોઈની ખીલ તોડે તો ગોળી ન મારી દઉં તો મારું નામ મધુ શ્રીવાસ્તવ નહીં, આજે પણ કહું છું કે મારા કાર્યકર્તાનો કોલર પણ પકડશે ને તો… હું આજે પણ એ જ છું, 1995નો એ જ બાહુબલી છું. તમે 7 નંબરના બટન પર દબાવજો, બીજાને પણ કહેજો કે 7 નંબરનું બટન જ બતાવજો, બીજા તો 6 નંબરના છક્કાઓ છે.