Google Search
આજના આ ટેક્નિકલ યુગમાં મનુષ્યના દરેક સવાલનો જવાબ એકમાત્ર ગૂગલ પાસે મળી રહે છે. આપણે કોઈ પણ સમસ્યાના નિવારણ માટે ગૂગલ સર્ચ એ સરળ બ્રમ્હાસ્ત્ર સાબિત થાય છે, ત્યારે વર્ષ 2022માં લોકો દ્વારા ગૂગલ પર વિવિધ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવ્યા છે, જેમાં વિજ્ઞાન , ટેક્નોલોજી, ફૂડ અને અંગત માહિતી સર્ચ કરવામાં આવી છે, જેના વિશે ગૂગલ દ્વારા વિગતવાર માહિતી આપવામાં આવી છે. આવામાં કેટલાક સવાલો સૌથી વધુ પૂછવામાં આવ્યા હતા, આ વિશે વિગતવાર જાણીએ.
1. ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરાયેલ સમાચાર – જો સમાચારોની વાત કરીએ તો Google પર લતા મંગેશકરના મૃત્યુ, સિદ્ધુ મુસેવાલાની હત્યા, શર્ન વોર્નના મૃત્યુના સમાચારને સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યા હતા.
2. Google પર સૌથી વધુ સર્ચ કરાયેલ Near me – જો આપણે Near me સર્ચ વસ્તુઓ વિશે વાત કરીએ, તો Google પર સૌથી વધુ નજીકના કોવેક્સીન, નજીકના સ્વિમિંગ પૂલ, નજીકના વોટર પાર્ક, નજીકના મૂવી થિયેટર અને નજીકના ભાડાના ઘર વિશે સર્ચ કરવામાં આવ્યું હતું.
3. 2022ની ટોપ સર્ચ મૂવી – જો ફિલ્મોની વાત કરીએ તો વર્ષ 2022માં બ્રહ્માસ્ત્રઃ પાર્ટ વન-શિવા, KGF: ચેપ્ટર 2 અને પુષ્મા જેવી ફિલ્મોને ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવી છે.
4. How to – જો આપણે How to વિશે વાત કરીએ, તો How to link voter ID with Aadhar card, How to Download PTRC ચલણ તેમજ રસીકરણ પ્રમાણપત્ર, How to drink પોર્ન સ્ટાર માર્ટિન વગેરે જેવી માહિતી સર્ચ કરવામાં આવી હતી.
5. ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવેલી વસ્તુઓ – સૌથી વધુ સર્ચ કરવામાં આવેલી વસ્તુઓ વિશે વાત કરીએ તો, સૌથી વધુ અગ્નિપથ યોજના, નાટો, એએફટી, પીએફઆઈ, સરોગસી જેવા લેખો વિશે સર્ચ કરવામાં આવ્યું છે.
6. રમતગમતની ઘટનાઓ – સૌથી વધુ સર્ચ કરવામાં આવેલી સ્પોર્ટ્સમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ, ફિફા વર્લ્ડ કપ અને એશિયા કપને ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યું હતું.
7. ગૂગલ પર ટોપ ટ્રેન્ડિંગ સર્ચ – ટોપ ટ્રેન્ડિંગ સર્ચ લિસ્ટમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ, કોવિન, ફિફા વર્લ્ડ કપ, એશિયા કપ અને આઈસીઆઈસી, કેજીએફનો સમાવેશ થાય છે.
8. ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરાયેલી રેસિપી – રેસિપીની વાત કરીએ તો પનીર પસંદા, સેક્સ ઓન ધ બીચ, પોર્ન સ્ટાર માર્ટિનીને ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યું છે.
9. સૌથી વધુ સર્ચ થયેલા લોકો – ગૂગલ પર સૌથી વધુ સર્ચ થયેલા લોકોમાં વર્ષ 2022માં નૂપુર શર્માને સૌથી વધુ સર્ચ કરવામાં આવી હતી, જેણે મુસ્લિમ પયગંબર મોહમ્મદ પર કથિત રીતે અભદ્ર ટિપ્પણી કરી હતી. આ સિવાય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને લલિત મોદીને પણ સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યા હતા.