ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

આજે પ્રથમ તબક્કાના ચૂંટણી પ્રચારની છેલ્લી ઘડી, ભાજપ-કોંગ્રેસ-આપ એડીચોટીનું જોર લગાવશે

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ ચરણના મતદાન માટે હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે તમામ રાજકીય પક્ષ છેલ્લી ઘડીએ મતદારો સુધી પહોંચવા માટે પુરજોશથી પ્રચાર કરી રહી છે. ચૂંટણીને લઈને આજે વડાપ્રધાન મોદી સતત બીજા દિવસે સભાઓ અને રેલીઓ કરશે તો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ ગુજરાતમાં પ્રચાર કરશે. બીજી તરફ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લીકાર્જુન ખડગે પણ પ્રચાર કરતા જોવા મળશે.

pm modi- hum dekhenge news
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાહેર સભા સંબોધશે

આજે વડાપ્રધાન મોદીની સભા

વડાપ્રધાન મોદી આજે પણ ગુજરાતમાં ચાર જનસભાઓને સંબોધન કરશે. પહેલા તેઓ બપોરે 12.15 વાગ્યે પાલિતાણામાં સભા સંબોધશે. આ બાદ બપોરે 2.45 વાગ્યે અંજારમાં, સાંજે 4.30 વાગ્યે જામનગર અને 6.30 વાગ્યે રાજકોટમાં જનસભાને સંબોધન કરશે. બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આજે મહેસાણા, વડોદરા, અરવલ્લી, અને અમદાવાદમાં સભાઓ ગજવશે. જ્યારે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની મહેસાણામાં મહિલા મોરચા સંમેલનમાં હાજરી આપશે અને બાદમાં ગાંધીનગર તથા અમદાવાદમાં જનસભાને સંબોધશે. બીજી તરફ બોલિવૂડ એક્ટર પરેશ રાવલ પણ આજે સાંજે 5 વાગ્યે વલસાડ, પછી સુરતમાં બે જનસભાને સંબોધશે.

kejriwal Hum Dekhenge News

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રચારની કમાન સંભાળી 

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ આજે ગુજરાતમાં છે. જ્યારે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ ચૂંટણી પ્રચારમાં છે. આજે સવારે 11 વાગ્યે તેઓ એક પ્રેસ કોન્ફરન્સને સંબોધશે. આ બાદ સાંજે 5 વાગ્યે મહેસાણાના કડીમાં જનસભાને સંબોધન કરશે અને રાત્રે 8 વાગ્યે અમદાવાદના બહેરામપુરામાં જનસભાને સંબોધન કરશે.

આ પણ વાંચો : ગુજરાત ચૂંટણીમાં ભાજપે દેખાડી તાકાત, ત્રણ અઠવાડિયામાં મોટા નેતાઓએ કરી 150થી વધુ સભાઓ

દિલ્હીના સીએમ સુરતમાં કરશે પ્રચાર

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ આજે ગુજરાતમાં છે. ગુજરાત પ્રવાસના ત્રીજા દિવસે આજે તેઓ સુરતમાં જ પોતાના તમામ કાર્યક્રમો કરશે. જેમાં સવારે 11 વાગ્યે સુરતમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધશે. આ બાદ બપોરે 2.30 વાગ્યે સુરતમાં હીરા કારખાનાની મુલાકાત કરશે અને 3 વાગ્યે રત્નકલાકારોને સંબોધશે. આ બાદ તેઓ 5 વાગ્યે કતારગામમાં રોડ શો કરશે અને રાત્રે 9 વાગ્યે કિરણ ચોકમાં જાહેરસભાને સંબોધશે. જ્યારે ભગવંત માન વડોદરામાં ચૂંટણી પ્રચાર કરશે.

Back to top button