સાયન્સ એન્ડ ટેકનોલોજી

Whatsapp નાં નવા કોમ્યુનિટી ફિચરમાં કેવી રીતે બનાવશો તમારી કોમ્યુનિટી ? : આ રહી રીત

Text To Speech

તાજેતરમાં Whatsapp એ નવા કોમ્યુનિટી ફીચરની જાહેરાત કરી હતી અને હવે તે એન્ડ્રોઇડ, iOS અને વેબ યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવી રહી છે. આ નવા ફીચરની મદદથી ઘણા ગ્રૂપ એકબીજા સાથે જોડાઈ શકશે અને તેમને મેનેજ કરવામાં પણ સરળતા રહેશે. તેનો હેતુ લોકો અને સમાન વિચાર ધરાવતા લોકોના જૂથોને એકસાથે લાવવાનો છે.

આ પણ વાંચો : જાણો વોટ્સએપ દ્વારા રજૂ થયેલ ફિચર ‘કોમ્યુનિટી’ અને ‘ગ્રુપ’ વચ્ચે શું તફાવત છે ?

Meta CEO માર્ક ઝુકરબર્ગે કોમ્યુનિટીઝ વિશે જણાવ્યું હતું કે, “આજે અમે કોમ્યુનિટીઝ નામના નવા WhatsApp ફીચર સાથે અમારા વિઝનને શેર કરવા માટે ઉત્સાહિત છીએ. 2009માં વોટ્સએપની શરૂઆત થઈ ત્યારથી, અમે મિત્રો અને પરિવાર સાથે વાતચીતને કેવી રીતે સુધારી શકીએ તેના પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.”

Whatsapp Community - Hum Dekhenge News
Whatsapp Community

નવી કોમ્યુનિટી ફીચર આ રીતે કામ કરે છે

વોટ્સએપનું નવું કોમ્યુનિટી ફીચરએ ગ્રુપ જેવું જ છે, પરંતુ તમે તેમાં બહુવિધ યુઝર્સ અને ગ્રૂપ પણ ઉમેરી શકો છો. WhatsApp કોમ્યુનિટીમાં સમાન પસંદ અને નાપસંદ ધરાવતા સમુદાયોને એકસાથે લાવી શકાય છે. એટલે કે, સંબંધિત જૂથોમાં ચેટ કરવું અને તેમને એકબીજા સાથે કનેક્ટ કરવું સરળ રહેશે.

કોમ્યુનિટી બનાવવાની આ રીત

કોમ્યુનિટી બનાવવા માટે, તમારે નીચે આપેલા પગલાંને અનુસરવું પડશે.

  1. સૌ પ્રથમ, WhatsApp ખોલો અને કોમ્યુનિટી ટેબ પર ટેપ કરો.
  2. હવે તમારે કોમ્યુનિટીનું નામ અને વર્ણન લખ્યા પછી પ્રોફાઇલ ફોટો મૂકવો પડશે. તેનું નામ 24 અક્ષરોથી વધુ ન હોઈ શકે અને વર્ણનમાં તેનો ઉલ્લેખ કરવો આવશ્યક છે.
  3. લીલા ચેક માર્ક પર ટેપ કરીને, તમે તે ગ્રુપને કોમ્યુનિટીનો ભાગ બનાવી શકશો અથવા નવું ગ્રુપ બનાવી શકશો.
  4. કોમ્યુનિટીમાં ગ્રુપો ઉમેર્યા પછી, છેલ્લે લીલા ચેક માર્ક આઇકોન પર ટેપ કરો.

કોમ્યુનિટી માટે અમુક મર્યાદાઓ  

ધ્યાનમાં રાખો, વપરાશકર્તાઓ 50 જેટલા ગ્રુપને જ કોઈપણ એક કોમ્યુનિટીનો ભાગ બનાવી શકે છે. તે જ સમયે, જાહેરાત ગ્રુપમાં 5,000 જેટલા સભ્યોનો સમાવેશ કરી શકાય છે અને કોઈપણ કોમ્યુનિટીનો સભ્ય તેની સાથે સંકળાયેલા ગ્રુપમાં જોડાઈ શકે છે.

Back to top button