કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

મોરબી પુલ દુર્ઘટના મામલો HCએ ગુજરાત સરકારને ફટકારી નોટિસ

Text To Speech

મોરબી ઘટનાને લઈને મોટા સમચાર સામે આવ્યા છે. ગુજરાત હાઈકોર્ટે મોરબીની દુર્ઘટનામાં ચીફ જસ્ટીસના નિર્ણય બાદ સુઓ મોટો અરજી દાખલ કરી છે. જે મામલે હાઇકોર્ટે ગૃહ વિભાગ સહિત રાજ્ય સરકાર, ચીફ સેક્રેટરી, મોરબી નગર પાલિકા, મ્યુનિસિપલ કમિશનર અને માનવ અધિકાર પંચને પણ નોટિસ પાઠવી છે. તેમજ આ મામલે હાઈકોર્ટે ગુજરાત સરકારને 10 દિવસની અંદર જ મોરબીની દુર્ઘટના પર રિપોર્ટ માગવામાં આવ્યો છે. જે મામલે વધુ સુનાવણી આગામી 14મી નવેમ્બરે થશે.

હાઈકોર્ટે ગુજરાત સરકારને ફટકારી નોટિસ

હાઈકોર્ટે ગુજરાત સરકારને નોટિસ ફટકારતા જણાવ્યું હતુ કે અમને રાજ્ય સરકાર તરફથી કડક કાર્યવાહીની અપેક્ષા છે. તેમજ આ સમગ્ર મામલે બ્રિજ તુટવાની દુર્ઘટનાની તપાસ કરવાની માગણી કરવામાં આવી છે. તેમજ મોરબી દુર્ઘટના પર PIL પણ દાખલ કરવામાં આવી છે. જેના પર પણ 14મી નવેમ્બરે જ સુનાવણી થવાની છે. મોરબીની આ ઘટનામાં 135 લોકોના મૃત્યુના મૃત્યુ થયા છે. જે મામલે હાઈકોર્ટે આજે ગુજરાત સરકાર, મોરબી નગરપાલિકા, રાજ્ય માનવાધિકાર આયોગને નોટિસ ફટકારી છે.

આ પણ વાંચો:મોરબી દુર્ઘટના – રીનોવેશન પુલનુ કરવાનુ હતુ અને સિવિલ હોસ્પિટલનું થયુ : કોંગ્રેસ નેતા

આ અગાઉ નગરપાલિકાના ચીફ ઓફિસર સસ્પેન્ડ

મચ્છુ નદી પર બનેલી આ ઘટનામાં મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ત્યારે આ ઘટના બાદ સંદિપસિંહ ઝાલાની પુછપરછ કરવામાં આવી હતી. તેમજ અનેક પ્રશ્ને ઘેરવામાં આવ્યા હતા. જે બાદને મોરબીમાં બનેલી દુર્ઘટના પગલે રાજ્યના શહેરી વિકાસ વિભાગે મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાને સસ્પેન્ડ કરી દીધા છે.

Back to top button