ચૂંટણી 2022મધ્ય ગુજરાત

વિરમગામ બેઠક પર રસાકસી જામશે, અમિત શાહ કોની પર રાખશે નજર?

Text To Speech

રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની તારીખો માટે કાઉન્ટડાઉન ચાલી રહ્યું છે ત્યારે બીજી તરફ મુરતિયાઓ માટે પણ મગજમારી ચાલી રહી છે. ભાજપ દ્વારા હાલમાં જ ઉમેદવારો શોધવા માટે સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં વિરમગામ બેઠક પરથી ભાજપના નેતા વરુણ પટેલે પણ દાવેદારી નોંધાવી હતી. આ જ બેઠક પરથી હાર્દિક પટેલે પણ દાવેદારી નોંધાવી છે.

આ પણ વાંચો : એક તરફ પાર્ટીનો ખેસ ધારણ નથી કરી રહ્યો અને ટિકિટ માટે દાવેદારી નોંધવતો હાર્દિક પટેલ, કેમ ઉઠી ચર્ચા

આ તરફ તાજેતરમાં વરુણ પટેલ દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરવા પહોંચ્યા હતા. એવામાં હાર્દિક પટેલ કેમ્પમાં આ મુલાકાત બાદ આશ્ચર્ય સર્જાયું છે. જેના કારણે હાર્દિક પટેલ માટે પણ વિરમગામ બેઠક પર મુશ્કેલી ઊભી થતી સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે.

અમિત શાહ સાથેની મુલાકાત અંગે વરુણ પટેલે પોતાના ટ્વિટર એક તસવીર પોસ્ટ કરી છે, તેમાં જેઓ અમિત શાહ સાથે છે. સાથે જ તેમણે કેપ્શન આપ્યું છે કે, દેશના ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ સાથે તેમના દિલ્હી સ્થિત નિવાસસ્થાને યાદગાર મુલાકાત.

આ પણ વાંચો : આજે નહીં પણ આવતીકાલે ચૂંટણી પંચ ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર કરી શકે છે, આ તારીખે બે ફેઝમાં થઈ શકે છે મતદાન

હાલમાં તો વિરમગામની બેઠક પરથી હાર્દિક પટેલ જ પ્રબળ દાવેદાર ગણાય છે, ત્યારે વરુણ પટેલની આ મુલાકાત બાદ શું હાર્દિક પટેલનું પત્તું કપાશે કે પછી પાર્ટી તેમને ટિકિટ આપશે તેના પર ખાસ જોવાનું રહેશે. વિરમગામની બેઠક પર ભાજપમાંથી ચૂંટણી લડવા માટે 15 જેટલા દાવેદારોએ દાવેદારી નોંધાવી છે. જેમાં વરુણ પટેલ, પૂર્વ ધારાસભ્ય તેજશ્રી બેન પટેલ સહિતના ઘણા નેતાઓ મેદાનમાં છે. ત્યારે ચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાત પહેલા જ વરુણ પટેલની આ મુલાકાત ઘણી સૂચક માનવામાં આવી રહી છે.

નોંધનીય છે કે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા હાર્દિક પટેલે આ વખતે વિરમગામ બેઠક પરથી ભાજપમાંથી ટિકિટ માગી છે. આ માટે તેમના સમર્થકો દ્વારા દાવેદારી નોંધાવવામાં આવી હતી. છેલ્લા ઘણા સમયથી હાર્દિક પટેલ વિરમગામમાં ગ્રાઉન્ડ લેવલથી સામાજિક કાર્યક્રમો કરી રહ્યા છે.

Back to top button