ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : થરાદ કોંગ્રેસ દ્વારા મોરબીમાં મૃત્યુ પામેલા ને શ્રધ્ધાંજલી અપાઈ

Text To Speech

પાલનપુર : રાજ્યમાં ગઈકાલે રવિવારે સર્જાયેલી દુર્ધટનાથી સમગ્ર દેશમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. મોરબીમાં ઝુલતો પુલ તુટી જવાથી કેટલાય લોકો મોતને ભેટયા છે. કેટલાય પરિવારોએ પોતાના સ્વજનો અને કુટુંબીજનો ગુમાવ્યા છે. તંત્રની કે કંપની ની ઘોર બેદરકારીના કારણે મોરબીની મચ્છુ નદીમાં ઝુલતો પુલ તુટવાથી 150 થી વધુ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે.

કેંડલ માર્ચ યોજી શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

જેમને શ્રધ્ધાંજલિ આપવા થરાદ બળીયા હનુમાન ચોકથી બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સુધી મૌન કેંડલ માર્ચ યોજી શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં થરાદ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, કોંગ્રેસ પ્રમુખ આબાભાઈ સોલંકી, યુથ કોંગ્રેસ અગ્રણીઓ તેમજ કોંગ્રેસનાં કાયૅકરો સહિત લોકો મોટી સંખ્યામાં જોડાઈ મોરબીની પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો ને શ્રધ્ધાંજલી આપી હતી.

આ પણ વાંચો : દુનિયાના 25 કરોડથી વધુ લોકોએ ગૂગલ પર “મોરબી” દુર્ઘટનાની માહિતી મેળવી

Back to top button