ઉત્તર ગુજરાતગુજરાતદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

દિવાળી દરમિયાન માત્ર સાત દિવસમાં જ એસટી વિભાગે કરી આટલાં કરોડની કમાણી

Text To Speech

એસટી વિભાગ માટે દિવાળીનું પર્વ ફળદાયી રહ્યું છે. દિવાળીમાં તારીખ 19 ઓકટોબરથી 27 ઓકટોબર સુધી એસટી નિગમની આવકમાં ધરખમ વધારો થયો છે, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે સાડા 7 કરોડથી વધારે એસટી નિગમમાં આવક થતા તહેવારની સિઝન નફાકારક નિવડી છે. દિવાળીની રજાના દિવસોમાં પોતાના વતન જવા માટે મોટા પ્રમાણમાં લોકો ઉમટી પડ્યાં હતા. જેના કારણે એસટીને બમ્પર કમાણી થઇ હતી.

દિવાળીમાં એસટી વિભાગની આવકમાં વધારો 

મળતી માહિતી મુજબ એસટી બસની 8 હજાર 304 ટ્રીપ આ વર્ષે દિવાળીની રજામાં કરવામાં આવી હતી. જેમાં સાડા 7 કરોડ કરતા વધારેની આવક નોંધાઇ છે, દિવાળીના પર્વને ધ્યાને લઇ પંચમહાલ અને સુરત જવા મુસાફરોની સુવિધા માટે દરેક જગ્યાએ બસની સુવિધા કરવામાં આવી હતી. ત્યારે 19 ઓક્ટોબરથી 27 ઓક્ટોબર દરમિયાન 1 કરોડથી વધારે મુસાફરોએ એસટી નિગમની બસની સુવિધાનો લાભ લીધો હતો. જેના પગલે કુલ 7.18 કરોડની આવક થઇ હતી. એસટી નિગમ દ્વારા નવી આવેલી તમામ બસોને એક્સ્ટ્રા તરીકે દિવાળી દરમિયાન દોડાવવામાં આવી હતી.

તહેવાર દરમિયાન 2300 બસ દોડાવવામાં આવી 

દિવાળી દરમિયાન લોકોને પોતપોતાના વતનમાં જવામાં તકલીફ ન પડે તે માટે એસટી નિગમે મહત્વનો નિર્ણય કર્યો હતો. જેમાં તહેવાર દરમિયાન 2300 બસ દોડાવવાનું આગોતરૂ આયોજન કરાયું હતું. તેમ છત્તા પણ તહેવારના સમયે એક્સ્ટ્રા બસો મુકવાની જરુર પડી હતી. ત્યારે 16 ડિવિઝનમાંથી કુલ 8304 એક્સ્ટ્રા ટ્રીપનું સંચાલન કરવામાં આવ્યું હતું. જેના કારણે 7.18 કરોડ રૂપિયાની આવક થઇ હતી. જે ગત્ત વર્ષની તુલનાએ ચાલુ વર્ષે 2 કરોડ રૂપિયાથી વધારેની આવક થઇ હતી.

આ પણ વાંચો:ગુજરાત: કૃષિમંત્રીએ લાભપાંચમની ખેડૂતોને આપી ભેટ

Back to top button