ગુજરાતદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

દિવાળી સમયે ટ્રેન હાઉસ ફૂલ, તો ખાનગી બસોના ભાડામાં થયો બમાણો વધારો !

Text To Speech

દિવાળી આવતા જ હવે અનેક વસ્તુઓના ભાવ વધારા સામે આવી રહ્યા છે ત્યારે હવે વસ્તુઓની સાથે ભાડામાં પણ ધરખમનો વધારો સામે આવતા લોકોનું દિવાળી કરવું મુશ્કેલ બન્યું છે. સ્વાભાવિક રીતે તહેવારનો સમય હોય એટલે લોકો ફરવા જવા કે પોતાને વતન જતા હોય છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર તરફ જનારા પ્રવાસીઓની સંખ્યા ઘણી વધારે હોય છે, ત્યારે આ સમયે ટ્રેનો ફૂલ હોવાથી પ્રાઈવેટ બસનો સહારો લઈ વતન કે ફરવા જવાનું નક્કી કરતા લોકો માટે માઠા સમાચાર છે કે દિવાળીના સમયે સુરતથી સૌરાષ્ટ્ર જતી ખાનગી બસના ભાડામાં એકાએક વધારો કરી દેવામાં આવ્યો છે.

ટ્રેનનું બુકિંગ ફૂલ થતા બસોના ભાડામાં વધારો

મળતી માહિતી મુજબ આ સમયે લોકોની ટ્રે્નોમાં અવર જવર વધી જતા અનેક ટ્રેનો ફૂલ જોવા મળી રહી છે આથી સુરતમાં ટ્રેનો ફૂલ થતાં બસોના ભાડાં બમણાં થઈ ગયા છે. સુરતથી નોન એસી બસોનું ભાડું 1500થી 2000 રૂપિયા સુધી પહોંચી ગયું છે. જ્યારે એસી બસોનું ભાડું 3 હજારથી વધુ વસુલવામાં આવી રહ્યું છે. દિવાળીના તહેવારમાં સૌરાષ્ટ્ર તરફ જતી ખાનગી બસના ભાડા પર નજર કરીએ તો નોન AC સુરત-રાજકોટ બસનું ભાડું રૂ.1200 વસુલવામાં આવી રહ્યું છે.

સુરત-ભાવનગર AC બસનું ભાડું રૂ.2 હજાર

સુરતથી રાજકોટ જવા AC બસનું ભાડું રૂ.1500 વસુલાય છે. સુરત-ભાવનગર AC બસનું ભાડાના રૂ.2000 હજાર લેવામાં આવી રહ્યા છે, આ સાથે સુરતથી ભાવનગર જવા માટે નોન AC બસનું ભાડું 1400થી 1500રૂપિયા છે. જ્યારે સુરતથી ઈન્દોર જવા માટે એસી બસનું ભાડુ રૂ.3000 છે. તો નોન AC બસનું ભાડું 2000 વસુલવામાં આવી રહ્યું છે.

ગવર્મેન્ટ બસો વધારવાનો નિર્ણય

તહેવારોની સિઝન દરમિયાન રાજ્ય માર્ગ પરિવન વિભાગ દ્વારા વધારાની બસો દોડવવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે, જેથી તહેવારોમાં મુસાફરોને કોઈ પણ જાતની હાલકી ભોગવવી ન પડે. આથી આગામી સમયમાં 1550 જેટલી વધારાની બસો સુરત ડિવિઝનમાંથી દોડાવવામાં આવશે. જ્યારે અમદાવાદ વિભાગમાંથી પણ વધારાની 700 જેટલી બસો દોડાવવામાં આવશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, પંચમહાલ, દાહોદ, ગોધરા માટે વધારાનું સંચાલન કરવામાં આવશે તેવું એસ. ટી. નિગમના અધિકારી કે. ડી. દેસાઈએ જણાવ્યું હતું.

આ પણ વાંચો:ટ્રેકની કામગીરીને પગલે દિવાળી પહેલા આ ટ્રેનો કરાઈ રદ્દ ,યાત્રિકો થયા હેરાન

Back to top button