ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં કોર્ટે શિવલિંગના કાર્બન ડેટિંગની માગને ફગાવી

Text To Speech

વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં આજે શુક્રવારે જિલ્લા કોર્ટમાં મહત્વની સુનાવણી થઈ છે જેમાં જ્ઞાનવાપી મસ્જિદમાંથી મળેલા શિવલિંગની કાર્બન ડેટિંગ પર કોર્ટે આજે ચુકાદો સંભળાવ્યો હતો. આ મુદ્દે થયેલ અરજદારની અરજીને વારાણસી કોર્ટે ફગાવી દીધી છે. ચાર હિન્દુ અરજદારો દ્વારા આ મુદ્દે કાર્બન ડેટિંગની માંગણી કરવામાં આવી હતી, જેથી મસ્જિદમાં મળેલું શિવલિંગ કેટલું પ્રાચીન છે તે જાણી શકાય.પણ કોર્ટે અરજી ફગાવી દેતા હવે આ અંગે કોઈ કાર્યવાહી નહીં થાય.

કાર્બન-ડેટિંગ માંગની અરજી ફગાવી 

વારાણસીની મસ્જિદમાં શીવલિંગ હોવાના પુરાવા મળ્યા હતા જેના આધારે પાંચમાંથી ચાર હિન્દુ અરજદારોએ વારાણસીની સ્થાનિક કોર્ટ સમક્ષ શિવલિંગની આકૃતિની કાર્બન-ડેટિંગની માંગ કરી હતી. કોર્ટના આદેશ પર કરવામાં આવેલા વીડિયોગ્રાફી સર્વે દરમિયાન જ્ઞાનવાપી મસ્જિદની અંદરથી એક પ્રતિમા મળી આવી હતી. હિન્દુ પક્ષ તેને શિવલિંગને માને છે. પાંચમાંથી ચાર હિન્દુ અરજદારો દ્વારા આ મુદ્દે કાર્બન ડેટિંગની માંગણી કરવામાં આવી હતી, જેને લઈને વારાણસી કોર્ટે અરજી ફગાવી દીધી છે.

VARANSI- HUM DEKHENGE
વારાણસીની મસ્જિદમાં શીવલિંગ હોવાના પુરાવા મળ્યા હતા

શું છે કાર્બન ડેટિંગ

કાર્બન ડેટિંગ એ એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. જેનો ઉપયોગ સામાન્ય રીતે પુરાતત્વમાં કોઈ વસ્તુ કેટલી જૂની છે તે જાણવા માટે કરવામાં આવે છે. જ્ઞાનવાપી મસ્જિદ સમિતિએ કાર્બન ડેટિંગ કરાવવા માટેની અરજીનો વિરોધ કર્યો છે. ગત સુનાવણીમાં કોર્ટે કાર્બન ડેટિંગની અરજી સુનાવણી માટે સ્વીકારી હતી. હિન્દુ પક્ષે પણ પોતાની જીત જાહેર કરી હતી. જો કે કોર્ટે તેનો ચુકાદો આપ્યો ન હતો. પણ આજે વારાણસી કોર્ટે આ મામલે મુસ્લિમ પક્ષની દલીલો સાંભળી હતી. હિંદુ પક્ષનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટ વિષ્ણુ જૈને ત્યારે કહ્યું હતું કે, “મુસ્લિમ પક્ષ કહે છે કે શિવલિંગ જેવી પ્રતિમા મિલકતનો ભાગ નથી અને તેની કાર્બન ડેટિંગ કરી શકાતી નથી.” જે બંને મુદ્દા પર ચર્ચા કર્યા બાદ આજે કોર્ટે હિન્દુ પક્ષની અરજી ફગાવી દીધી છે.

શું હતો વિવાદ?

એવું માનવામાં આવે છે કે આ મસ્જિદ ઔરંગઝેબ દ્વારા બનાવવામાં આવી હતી. હિંદુ પક્ષ કહે છે કે મસ્જિદ પહેલા આ જ જગ્યાએ મંદિર હતું. આ મસ્જિદનું નિર્માણ મુઘલ શાસક ઔરંગઝેબ દ્વારા વર્ષ 1699માં કાશી વિશ્વનાથ મંદિરને તોડીને કરવામાં આવ્યું હતું. એવો દાવો કરવામાં આવે છે કે ભગવાન વિશ્વેશ્વરનું સ્વયંભૂ જ્યોતિર્લિંગ મંદિરમાં બિરાજમાન હતું. એવું પણ કહેવાય છે કે મંદિરના અવશેષોનો ઉપયોગ મસ્જિદમાં પણ થતો હતો.

આ પણ વાંચો: જ્ઞાનવાપી મસ્જિદ વિવાદમાં બોલીવુડની ‘ક્વીન’ની એન્ટ્રી ! જાણો-શિવલિંગના દાવા પર શું કહ્યું કંગનાએ ?

Back to top button