ચૂંટણી 2022ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

જ્ઞાનવાપી મસ્જિદ કેસ: ‘સુપ્રીમ’ કોર્ટમાં સુનાવણી ટળી, વારાણસી કોર્ટની કાર્યવાહી પર રોક!

Text To Speech

વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે, સુપ્રીમ કોર્ટ દ્વારા જ્ઞાનવાપી મસ્જિદ કેસની સુનાવણી શુક્રવાર સુધી સ્થગિત કરવામાં આવી છે. હિંદુ પક્ષે કોર્ટમાં રજુઆત કરી હતી કે, અમે હજુ સુધી એફિડેવિટ કર્યુ નથી જેથી અમને હજુ વધુ સમય આપવામાં આવે, જેની પર કોર્ટે મુસ્લિમ પક્ષને પૂછ્યું કે, આ અંગે તમને કોઈ સમસ્યા છે? તો તેની પર મુસ્લિમ પક્ષના વકીલ હુઝૈફા અહમદીએ જણાવ્યું કે, અમને કોઈ સમસ્યા નથી માત્ર દિવાલ તૂટવા અને વઝુખાનાને લઈને નીચલી કોર્ટમાં સુનાવણી થવાની છે, તેને હાલ પુરતી સ્થગિત કરવામાં આવે. ત્યારબાદ કોર્ટે જણાવ્યું કે, હાલમાં કોઇ પણ એક્શન વારાણસી નીચલી કોર્ટ તરફથી લેવામાં આવશે નહીં. તો આ મામલે શુક્રવારે 3 વાગ્યાથી સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી શરૂ થશે. સુપ્રીમ કોર્ટે વારાણસી કોર્ટને નિર્દેશ આપ્યા છે કે ,તેઓ મામલા સંબધીત કોઈ પણ આદેશ આવતીકાલ સુધી ન આપે.

સુપ્રીમ કોર્ટે લગાવી રોક
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જ્ઞાનવાપી મુદ્દે આવતીકાલે જસ્ટિસ ડી.વાય ચંદ્રચુડ, જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની ત્રણ જજની બેન્ચ સુનાવણી કરશે. કોર્ટે હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ જૈનને જણાવ્યું છે કે, તેઓ પોતાના સ્થાનિક વકીલને ટ્રાયલ કોર્ટમાં આગળ કાર્યવાહી ન કરવા અંગે જણાવે. હિન્દુ પક્ષના વકીલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શુક્રવાર સુધી ટાળવાની માંગણી કરી હતી. વકીલ વિષ્ણુ જૈને કહ્યું કે, વરિષ્ઠ વકીલ હરિશંકર જૈનની તબિયત સારી નથી. આથી વિનંતી કરતા કહ્યું હતું કે, સુનાવણી આવતી કાલે હાથ ધરવામાં આવે.

વારાણસી કોર્ટમાં રજૂ કરાયો સરવે રિપોર્ટ
જ્ઞાનવાપી મસ્જિદ મામલે વારાણસી કોર્ટમાં સરવેનો ફાઈનલ રિપોર્ટ રજૂ કરી દેવાયો છે. કોર્ટ કમિશનર વિશાલસિંહે જે રિપોર્ટ રજૂ કર્યો છે. તેમાં 3 દિવસના સરવેના લેખા-જોખા છે. રિપોર્ટ અંગે અજય પ્રતાપ સિંહે કોર્ટમાં જમા કરતા પહેલા કહ્યું હતું કે, કોર્ટે અમને જ્ઞાનવાપી મસ્જિદનો સરવે કરવાની જવાબદારી સોંપી હતી. અને અમે 14થી 16 મેના રોજ સરવે હાથ ધર્યો. અમે ખુબ નિષ્ઠાથી સરવે રિપોર્ટ તૈયાર કરી કોર્ટ સમક્ષ તમામ વિગતો રજૂ કરી છે.

Back to top button