મોંઘવારીના માર વચ્ચે જનતા પર વધુ એક બોજો. હવે આ દિવાળી રેસ્ટોરેન્ટ કે હોટેલમાં જમવા ગયા તો તમારે પરાઠા પર 18 ટકા GST આપવો પડશે તેમજ ચપાતી પર 5 ટકા GST આપવો પડશે. ગુજરાતની અપીલેટ ઓથોરિટી ઓફ એડવાન્સ રૂલિંગ (AAAR) અનુસાર, રોટલી અને પરાઠામાં ઘણુ અંતર છે માટે રોટલી પર 5 ટકા જ્યારે પરાઠા પર 18 ટકા GST લાગાડવાનું નક્કી કર્યુ છે. એટલે હવેથી ગુજરાતીઓએ રેસ્ટોરન્ટમાં પરાઠા ખાવા પર GSTના પણ પૈસા ચૂકવવા પડશે.
રોટલી અને પરાઠા પર GSTને લઈને પ્રશ્નો ઉભા થયા હતા
અમદાવાદની કંપની વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝની રોટલી અને પરાઠા પર GSTને લઈને પ્રશ્નો ઉભા કર્યા હતા. જેમાં કંપનીનું કહેવુ છે કે પરાઠા પર વધુ જીએસટી ના લગાવવો જોઇએ કારણ કે પરાઠા પણ ચપાતીની જેમ ઘઉંના લોટમાંથી બને છે. આથી તેની પર ચપાતી જેટલો જ સમાન જીએસટી લાગુ થવો જોઈએ. આ અંગે વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝે એ પણ જણાવ્યું હતું કે, તેઓ 8 પ્રકારના પરાઠા બનાવે છે. જેમાં મુખ્યત્વે લોટનો જ ઉપયોગ કરવામાં આવે છે.
જીએસટી ઓથોરિટીએ કહ્યું કે, રોટલી રેડી ટુ ઇટ છે, જ્યારે પરાઠા રેડી ટુ કૂક
પરંતુ ગુજરાત જીએસટી ઓથોરિટીએ કહ્યું કે, રોટલી રેડી ટુ ઇટ છે, જ્યારે પરાઠા રેડી ટુ કૂક છે આ પહેલા ઓથોરિટી ફૉર એડવાન્સ રૂલિંગ્સની અમદાવાદ બેંચે કહ્યુ કે ફ્રોઝન પરાઠા પર 18 ટકા GST લાગશે. તેના વિરૂદ્ધ કંપનીએ AAARમાં અપીલ કરી હતી પરંતુ અપીલેટ ઓથોરિટીએ AAARના નિર્ણયને યોગ્ય ઠેરવતા તેને યથાવત રાખ્યો હતો. ઓથોરિટીનું કહેવુ છે કે વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા જે પરાઠા બનાવવામાં આવે છે તેમાં 36થી 62 ટકા લોટ હોય છે અને તેમાં બટાકા, મૂળા, ડુંગળી સાથે વેજિટેબલ ઓઇલ અને મીઠું પણ હોય છે. સાદી રોટી અને ચપાતીમાં માત્ર લોટ અને પાણી હોય છે. આ સિવાય રોટલી સેકીને ડાયરેક્ટ ખાવામાં આવે છે અને પરાઠાને ઘી/તેંલ સાથે તવા પર બરોબર સેકવો પડે છે. આ સાથે જ માખણ કે ઘી લગાવ્યા વિના રોટલી ખાઈ શકાય છે , પરંતુ પરાઠા ઘી, તેંલ કે બટર વગર બનતા જ નથી .અને આ કારણે જ રોટલી અને પરાઠાને અલગ કેટેગરીમાં લેવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો: આજે ‘World Egg Day’ : પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત હોય છે ઈંડા