ગુજરાત

રાજસ્થાનથી પકડાયેલા રૂ. 5.94 કરોડ ગણતા આઠ કલાક લાગ્યા

Text To Speech

પાલનપુર: રાજસ્થાન- ગુજરાત બોર્ડર ઉપર આવેલ માવલ ચેકપોસ્ટ પરથી બે કારમાંથી પોલીસ તપાસ દરમિયાન ચલણી નોટોના બંડલ મળી આવ્યા હતા. આ રકમ એટલે મોટી માત્રામાં હતી કે તેને ગણવા માટે મશીન મંગાવવા પડ્યા હતા, અને તેને ગણતા આઠ કલાક જેટલો સમય લાગ્યો હતો. જ્યારે આ હેરાફેરીમાં પકડાયેલા ચારેય શખ્સો અમદાવાદના હોવાનું પોલીસે જણાવ્યું હતું.

બંને કારમાં પકડાયેલા ચાર આરોપીઓ અમદાવાદના નીકળ્યા

ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે ગુજરાત અને રાજસ્થાન બોર્ડર ઉપર પોલીસ સતર્ક છે. દરમિયાન બુધવારના દિવસે રાજસ્થાન- ગુજરાત બોર્ડર વચ્ચે આવેલ માવલ ચેકપોસ્ટ પર બે કાર થોભાવીને તપાસ કરવામાં આવી હતી. જેમાં બંને કારની સીટ નીચેથી કાગળના પેકિંગમાં તૈયાર કરેલા ચલણી નોટોના પેકેટ પોલીસને હાથ લાગ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં મળેલી ચલણી નોટોના બંડલની ગણતરી માટે પોલીસે મશીન મંગાવ્યા હતા. જેને ગણતા આઠ કલાકથી પણ વધુ સમય લાગ્યો હતો. આ રકમ ગણતા રૂપિયા 5.94 કરોડ જેટલી થવા પામી હતી. જે પોલીસે કબજે કરી હતી.

રાજસ્થાનથી પકડાયેલા રૂ. 5.94 કરોડ ગણતા આઠ કલાક લાગ્યા- humdekhengenews

આ પણ વાંચો : દિવાળી સમયે ટ્રેન હાઉસ ફૂલ, તો ખાનગી બસોના ભાડામાં થયો બમાણો વધારો !

રાજસ્થાનથી પકડાયેલા રૂ. 5.94 કરોડ ગણતા આઠ કલાક લાગ્યા- humdekhengenews

જ્યારે બંને કારમાં સવાર વ્યક્તિઓમાં સાહિલ પ્રજાપતિ, પ્રવિણ રબારી, છગનલાલ પ્રજાપતિ અને દલારામ પ્રજાપતિ નો સમાવેશ થાય છે. આ ચારેય આરોપીઓ અમદાવાદના હોવાનું પોલીસે જણાવ્યું હતું. જ્યારે જોધપુર થી ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓને પણ આબુરોડ બોલાવવામાં આવ્યા હતા. દરમિયાન આરોપીઓની પૂછપરછમાં તેમને કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. પરંતુ આ નાણાં રાજસ્થાનમાંથી ગુજરાતમાં હવાલા મારફતે મોકલવામાં આવી રહ્યા હોવાનું સામે આવ્યું છે. આ અંગેની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.

Back to top button