અમેરિકા, ઈટાલી, પાકિસ્તાન અને ભારત સુધી આકાશી આફત, હજારો લોકોના મોત, કરોડો લોકો બેઘર
વિશ્વના ઘણા દેશો આ દિવસોમાં પૂર જેવી કુદરતી આફતો સામે લડી રહ્યા છે. અમેરિકાથી લઈને ઈટાલી, પાકિસ્તાન સુધી ભારતમાં પૂરનો કહેર છે. આ અચાનક પૂરના કારણે હજારો લોકોએ જીવ ગુમાવ્યા તો બીજી તરફ કરોડો લોકો બેઘર બન્યા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરી ચાલી રહી છે. સ્થિતિ એટલી હદે બગડી ગઈ છે કે ક્યાંક પાણીની અછત છે તો ક્યાંક લોકોને ભોજન પણ નથી મળી રહ્યું.
ઇટાલી
ઈટાલીમાં આવેલા પૂરમાં 10 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો લાપતા છે. શુક્રવારે, ઇટાલીના માર્ચે ક્ષેત્રમાં, જોરદાર વાવાઝોડાએ આસપાસના વિસ્તારોમાં વિનાશ સર્જ્યો હતો. આ અચાનક પડેલા વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ચારેબાજુ પાણી જ પાણી જોવા મળ્યું. બચાવ અધિકારીઓ પાસેથી મળેલી માહિતી મુજબ, ગુમ થયેલા લોકોમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે. તે જ સમયે, પૂર જેવી પરિસ્થિતિ સર્જાય ત્યારે ડઝનેક લોકો ઘરોની છત, ઝાડ પર ચઢીને પૂરમાંથી બચવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. પ્રમુખ સેર્ગીયો મેટારેલા અને વડા પ્રધાન મારિયો ડ્રેગીએ એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે, આ પૂરથી થયેલા નુકસાનને સમારકામ સહિત આપત્તિથી વિસ્થાપિત થયેલા લોકો માટે અસ્થાયી આવાસ સ્થાપવા માટે જરૂરી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે.
તે જ સમયે, સ્થાનિક લોકોનું કહેવું છે કે, વહીવટીતંત્ર અને હવામાન વિભાગ દ્વારા કોઈ એલર્ટ આપવામાં આવ્યું નથી. વિસ્તારોની સ્થિતિને જોતા રાહત અને બચાવ ટીમો ફસાયેલા લોકોને બહાર કાઢવામાં લાગેલી છે. લગભગ 300 અગ્નિશામકો હાલમાં પૂર પ્રભાવિત વિસ્તારમાં બચાવ કામગીરી કરી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, છ મહિનામાં જેટલો વરસાદ પડે છેએટલો વરસાદ બે-ત્રણથી કલાકમાં થયો છે.
અમેરિકા
અમેરિકાના ઘણા શહેરોમાં લોકો ઘણા દિવસોથી ડરેલા છે. ડેથ વેલીનું પાણી વિનાશ રૂપે પહાડી પરથી નીચે પડી રહ્યું છે. અમેરિકાના કેલિફોર્નિયાના ઘણા વિસ્તારોમાં પૂરના પાણીએ તબાહી મચાવી છે. તસ્વીરમાં દેખાતો આ કાળો કાટમાળ વાસ્તવમાં કાળો છે કારણ કે બે વર્ષ પહેલા જ્યાં આગ લાગી હતી તે વિસ્તારમાં પહાડમાંથી આવતું પાણી ફરી રહ્યું છે.
આ પણ વાંચો: વધુ એક બદલી, Dy.sp કક્ષાના 84 અધિકારીઓની ટ્રાન્સફર
ભારે વરસાદ બાદ બળેલા વિસ્તારની જમીન ડૂબી ગઈ છે, જેના કારણે આ તસવીર જોવા મળી હતી. અમેરિકાના આ વિસ્તારોની સ્થિતિ દિવસેને દિવસે ખરાબ થતી જોવા મળી રહી છે. લોકો ઘરની બહાર નીકળી શકતા નથી તો તેમનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.
પાકિસ્તાન
પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક મહિનાઓથી પૂરના કારણે સ્થિતિ વણસી રહી છે. અહીં પૂરને કારણે 3 કરોડથી વધુ લોકો પ્રભાવિત થયા છે. દેશમાં આ વિનાશને કારણે અત્યાર સુધીમાં 1500થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે 3 કરોડ 30 લાખ લોકો બેઘર થઈ ગયા છે. પાકિસ્તાનનો સિંધ પ્રાંત પૂરથી સૌથી વધુ પ્રભાવિત થયો છે.
ભારત
ભારતના ઘણા રાજ્યોમાં પણ પૂર જેવી સ્થિતિ જોવા મળી છે. ઝારખંડથી લઈને મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, હિમાચલ સુધી હજારો લોકો પૂરથી પ્રભાવિત થયા છે. જ્યારે રાજસ્થાનમાં 200, મધ્યપ્રદેશમાં 60થી વધુ ડેમ ઓવરફ્લો થયા છે. રહેણાંક વિસ્તારોમાં પાણી ઘુસી જતાં સેંકડો લોકો બેઘર બન્યા છે. સાથે જ રેસ્ક્યુ ઓપરેશન હેઠળ ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો: Exclusive: એક ગુજરાતીએ સપનું જોયું… એક ગુજરાતીએ સાકાર કર્યું…