ગુજરાતટોપ ન્યૂઝદક્ષિણ ગુજરાત

વૈશાલી મર્ડર કેસનો ઉકેલાયો ભેદ, મિત્ર જ માસ્ટર માઈન્ડ !

Text To Speech

વલસાડની પ્રખ્યાત સિંગર વૈશાલી બલસારાની ચકચારી હત્યા કેસનો ભેદ પોલીસે ગણતરીના દિવસોમાં જ ઉકેલી નાખ્યો છે. પોલીસે વૈશાલી બલસારાની હત્યાની માસ્ટર માઈન્ડ આરોપીની ધરપકડ કરી છે. વૈશાલીની હત્યા પાછળ કોનો હાથ છે, તે જાણીને પોલીસ પણ ચોંકી ગઈ હતી.

 

28 ઓગસ્ટે મળી હતી વૈશાલીની લાશ

વલસાડના પારડી નજીકથી પસાર થતી પાર નદી કિનારેથી 28મી ઓગસ્ટના રોજ વલસાડની જાણીતી સિંગર વૈશાલી બલસારાની શંકાસ્પદ હાલતમાં બંધ કારમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. બનાવની જાણ થતાં જ વલસાડ જિલ્લા પોલીસવડા સહિત જિલ્લાના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો સ્થળ પર પહોંચી અને તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન, વૈશાલીના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એક ચોખાનો ચોંકાવનારો ખુલાસો થયો. જેમાં વૈશાલીની હત્યા ગળું દબાવીને કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું.

વૈશાલીની મિત્ર જ નીકળી માસ્ટર માઈન્ડ

પોલીસની 8 ટીમો વિવિધ દિશામાં તપાસ કરી રહી હતી. આરોપીઓ સુધી પહોંચવા પોલીસે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારના 1000થી વધુ સીસીટીવી ફૂટેજ પણ ચકાસ્યા. આખરે પોલીસની મહેનત રંગ લાવી અને પોલીસ આરોપી સુધી પહોંચી. વૈશાલી હત્યા કેસમાં અન્ય કોઈ નહીં પણ તેની જ મિત્ર બબીતા જીજ્ઞેશ કૌશિક હોવાનું ખુલ્યું. બબીતાએ વૈશાલીની હત્યાની સોપારી કોન્ટ્રાક્ટ કિલરને આપી હતી. હત્યા કેસમાં બબીતા જીજ્ઞેશ કૌશિક અને કોન્ટ્રાક્ટ કિલરની ધરપકડ કરી છે.

25 લાખ ન આપવા પડે એટલા માટે હત્યા

વૈશાલી સાથે છેલ્લે તેની મિત્ર બબીતા જીજ્ઞેશ કૌશિક જોવા મળી હતી અને તેણીએ જ વૈશાલીની હત્યા કરાવી દીધી હતી. વૈશાલીએ બબીતા પાસેથી રૂપિયા 25 લાખ જેટલી માતબર રકમ લેવાની હતી અને વૈશાલી દ્વારા કડક ઉઘરાણી કરવામાં આવી રહી હતી. બબીતાએ 8 લાખ રૂપિયા આપીને વૈશાલીની હત્યા કરાવ્યાની કબૂલાત કરી લીધી છે. બબીતાએ રૂપિયા આપવાના બહાને વૈશાલીને સાંજના સમયે વશીયર ખાતે ડાયમંડ ફેક્ટરી પાસે બોલાવી હતી. ત્યારબાદ પોતે બનાવના સ્થળથી એકાદ કિલોમીટર દૂર ઉભી રહી હતી. ત્યાં કોન્ટ્રાક્ટ કિલરે ગળુ દબાવી વૈશાલીની હત્યા કરી નાંખી અને ત્યારબાદ અવાવરું જગ્યાએ વૈશાલીની લાશને કાર સાથે મૂકી ફરાર થઈ ગયા હતા.

Back to top button