ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

આ ગુજરાતી સિંગરની હત્યા…જુઓ-ક્યાંથી મળ્યો મૃતદેહ ?

Text To Speech

વલસાડમાં પાર નદીના કિનારેથી એક કારમાંથી વલસાડની જાણીતી સિંગર વૈશાલી બલસારાની શંકાસ્પદ હાલતમાં લાશ મળી હતી. સિંગરની હત્યા બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે પણ હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરી હતી. બાદમાં પોલીસે લાશ કબજે કરીને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. ત્યાર પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એવો ખુલાસો થયો છે કે, સિંગર વૈશાલીનું ગળુ દબાવીને હત્યા કરવામાં આવી હતી. ત્યારે પોલીસે પણ એ દિશામાં તપાસ હાથ ધરી છે.

Singer Vaishali Balsara
Singer Vaishali Balsara

નદી કિનારે કારમાંથી મળી લાશ

પારડી તાલુકામાં પાર નદીના કિનારે એક કાર ઘણા સમયથી શંકાસ્પદ હાલતમાં પડી હતી. જેથી સ્થાનિક લોકોએ તેના માલિકની શોધખોળ શરૂ કરી હતી. જોકે, કાર માલિકનો પત્તો ન લાગતા તેમણે પારડી પોલીસને જાણ કરી હતી. પારડી પોલીસે આવીને ચેક કરતા કારની પાછળની સીટના ફૂટરેક પાસેથી મહિલાની લાશ મળી હતી. લાશ જે સ્થિતિમાં મળી તે જોતાં હત્યા કરાઈ હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે.

ગળુ દબાવીને હત્યા કરાયાનો ખુલાસો

પોલીસે તપાસ કરતા આ લાશ વલસાડની સિંગર વૈશાલી બલાસારાની હોવાનું સામે આવ્યું હતું. વૈશાલીની હત્યા કરાયાની આશંકા સાથે પોલીસે લાશનો કબજો લઈ તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. સાથે જ એએફએસલ ટીમની મદદ લઈ ઘટનાસ્થળ અને તેની આસપાસ તપાસ હાથ ધરી હતી. ત્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એવો ખુલાસો થયો છે કે, સિંગર વૈશાલીની હત્યા ગળુ દબાવીને કરવામાં આવી હતી.

Vaishali Balsara
Vaishali Balsara

મહિલા મિત્ર પાસે જવાનું કહી ઘરેથી નીકળી વૈશાલી

પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું કે, 27 ઓગસ્ટની રાત્રે વૈશાલી મહિલા મિત્ર પાસે રુપિયા લેવા જવાનું કહી ઘરેથી નીકળ્યા હતા. કલાકો વિતી ગયા પછી પણ વૈશાલી પરત ફર્યા નહોતા. જ્યારે વૈશાલી ઘરે પરત ન ફર્યા ત્યારે તેમના પતિ હિતેષે તેમને વારંવાર ફોન કર્યો હતો. પરંતુ સંપર્ક થઈ શક્યો નહોતો. આખરે હિતેષે પોલીસ સ્ટેશનમાં વૈશાલીની ગૂમ થયાની ફરિયાદ નોંધાવી હતી. એ દરમિયાન હિતેષ પર પોલીસનો ફોન આવ્યો હતો કે, પાર નદી પાસે એક કારમાંથી મહિલાની લાશ મળી છે. બાદમાં સામે આવ્યું કે આ લાશ વૈશાલીની છે. તો આ હત્યા કોણે કરી અને શા માટે કરી એ જાણવા માટે તપાસે ચક્રો ગતિમાન કર્યા છે.

વૈશાલીની સાથે કારમાં બે શખ્સો કોણ હતા?

વૈશાલીની લાશ મળ્યા બાદ પોલીસે તેમની મહિલા મિત્રની પણ પૂછપરછ કરી હતી. ત્યારે મહિલા મિત્રએ પોલીસ સમક્ષ એવું કબૂલ્યું કે, તેણે વૈશાલીને અતુલ રોડ પર આવેલી ડાયમંડ ફેક્ટરી પાસે બોલાવી હતી અને પૈસા આપ્યા હતા. એ સમયે વૈશાલી સાથે કારમાં બે શખ્સો પણ હતા. ત્યારે આ બે શખ્સો કોણ હતા એ જાણવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે. આ હત્યા પાછળ આ બે શખ્સો હાથ છે કે નહીં એ જાણવા પણ તજવીજ હાથ ધરી છે.

famous singer Vaishali Balsara
famous singer Vaishali Balsara

પતિ અને પત્ની બંને સ્ટેજ શો કરતા

પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું કે, વૈશાલી અને તેમના પતિ હિતેષ ઓરકેસ્ટ્રા સિંગર છે. પતિ અને પત્ની બંને સ્ટેજ શો કરતા હતા. અગાઉ પણ પોલીસે વૈશાલીના ઘરે ચાલી રહેલી દારુ પાર્ટી પર દરોડા પાડ્યા હતા. જેમાં વૈશાલી સહિત તેમના મિત્રોની ધરપકડ થઈ હતી. ત્યારે હવે રહસ્યમય સંજોગોમાં વૈશાલીની લાશ મળી હતી. સિંગર વૈશાલીની હત્યાનો ભેદ ઉકેલવા માટે પોલીસ દરેક દિશામાં તપાસ કરી રહી છે.

Back to top button