Facebook પર લોક પ્રોફાઈલનો ફોટો જોઈ શકશો, ટ્રીક જાણવા અહીં ક્લિક કરો

HD ન્યુઝ ડેસ્ક : ફેસબુક (Facebook) એક એવું પ્લેટફોર્મ છે જ્યાં મોટાભાગના લોકોનું એકાઉન્ટ હોય છે. પરંતુ ઘણી વખત લોકો તેમની પ્રાઈવસી માટે તેમની પ્રોફાઈલ લોક કરી દે છે, જેના કારણે તેમના ફ્રેન્ડ લિસ્ટ સિવાય અન્ય લોકો તેમની પ્રોફાઈલ અને ફોટો જોઈ શકતા નથી. તેમની ગોપનીયતા વધારવા માટે, લોકો તેમના એકાઉન્ટને લોક કરે છે જેથી ફક્ત તેમના મિત્રો જ તેમની પોસ્ટ અને ફોટા જોઈ શકે. પરંતુ જો તમારે કોઈ યુઝરની ઓળખ કરવી હોય અને તેની પ્રોફાઈલ લૉક હોય તો તે સમસ્યા બની શકે છે. પરંતુ આજે અમે તમને એક એવી ટ્રિક જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે કોઈપણ લૉક કરેલી પ્રોફાઇલનો ફોટો સરળતાથી જોઈ શકશો.
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો
https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o
ફેસબુકનું લૉક પ્રોફાઇલ ફીચર યુઝર્સની પ્રાઇવસી વધારવા માટે બનાવવામાં આવ્યું છે. જ્યારે કોઈ વ્યક્તિ તેની પ્રોફાઈલ લૉક કરે છે, ત્યારે માત્ર તેના મિત્રો જ તેના ફોટા, પોસ્ટ અને માહિતી જોઈ શકે છે. અજાણ્યા લોકો તેની વિગતો એક્સેસ કરી શકતા નથી, જેના કારણે યુઝરની સુરક્ષા અને ગોપનીયતા જળવાઈ રહે છે.
પરંતુ ઘણી વખત જ્યારે કોઈ વ્યક્તિ લૉક કરેલી પ્રોફાઇલમાંથી ફ્રેન્ડ રિક્વેસ્ટ અથવા મેસેજ મોકલે છે, તો તેના વિશે જાણ્યા વિના નિર્ણય લેવો મુશ્કેલ બની જાય છે.
જો તમે ફેસબુક (Facebook) પર લૉક કરેલો પ્રોફાઇલ ફોટો જોવા માંગો છો, તો ડેસ્કટોપ અથવા લેપટોપનો ઉપયોગ કરો કારણ કે આ ટ્રિક મોબાઇલ પર અસરકારક રીતે કામ કરતી નથી.
તમારા Facebook એકાઉન્ટમાં લોગ ઇન કરો. લૉક કરેલી પ્રોફાઇલ પર જાઓ જેનો ફોટો તમે જોવા માંગો છો. પ્રોફાઇલ પીક્ચર પર રાઈટ ક્લિક કરો. “Copy Image Address” વિકલ્પ પસંદ કરો. હવે એક નવું બ્રાઉઝર ટેબ ખોલો અને કોપી કરેલ URL પેસ્ટ કરો. તમે પ્રોફાઇલ ફોટો જોઈ શકશો.
જો અગાઉની પદ્ધતિ કામ કરતી નથી, તો Facebook Graph API લિંકનો ઉપયોગ કરો. લૉક કરેલ પ્રોફાઇલના યુઝરનેમ નોટ કરો. આપેલ લિંકને બ્રાઉઝરમાં ખોલો (http://graph.facebook.com/username/userid/picture?width=2000&height=2000). “username”ની જગ્યાએ તે પ્રોફાઇલનાનું યુઝરનેમ નાખો. એન્ટર દબાવતાની સાથે જ પ્રોફાઇલ ફોટો ખુલશે. ફેસબુકનું લૉક પ્રોફાઈલ ફીચર યુઝર્સની ગોપનીયતા વધારવા માટે બનાવવામાં આવ્યું છે પરંતુ કેટલીકવાર તે માહિતી એકત્ર કરવામાં અસુવિધા પેદા કરી શકે છે. ઉપર જણાવેલ ટ્રીકસની મદદથી તમે લૉક કરેલ પ્રોફાઇલનો પ્રોફાઇલ ફોટો જોઈ શકો છો.
આ પણ વાંચો : ઐશ્વર્યા રાયની કારને નડ્યો અકસ્માત, બસે મારી ટક્કર