ટ્રેન્ડિંગવર્લ્ડવિશેષ

આ વ્યક્તિ કોણ છે જેણે રિયલ લાઈફ મોગલી હોવાનો દાવો કર્યો

  • બ્રાઝિલના એલ્સિયોએ પોતે અસલી મોગલી હોવાનો દાવો કર્યો
  • 8 વર્ષની ઉંમરે જંગલમાં ખોવાઈ ગયો હતો
  • 3 વર્ષ બાદ એક ખેડૂતે તેનો જંગલમાં જોયો અને બચાવ્યો

બૈક્સિઓ (બ્રાઝિલ) , 11 જાન્યુઆરી: એલ્સિયો અલ્વેસ ડુ નાસિમેન્ટોએ દાવો કર્યો છે કે તે રિયલ લાઈફ મોગલી છે. જે 8 વર્ષની ઉંમરે ગુમ થયા બાદ જંગલમાં પ્રાણીઓ સાથે રહેતો હતો. તેણે જણાવ્યું કે 1978માં ક્રિસમસના અવસર પર તેના ભાઈ સાથે રમકડાંની બાબતમાં ઝઘડો થયો હતો. તેના પિતા ખૂબ જ કઠોર હતા તેથી પિતાએ એલ્સિયાને લાકડી વડે ઢોરમાર માર્યો હતો. “ઘરેથી ભાગીને હું દોડતો-દોડતો નદીમાં ક્યારે પડ્યો તેનું ભાન જ ના રહ્યું. પછી જેમ-તેમ કરીને હું કિનારે પહોંચ્યો પણ ત્યાં સુધીમાં હું ખોવાઈ ગયો હતો” તેમ તેમણે જણાવ્યું હતું.

Source: Jem Press

જંગલમાં ફળ-જીવજંતુ ખાઈને ગુજારો કર્યો

ડેલી રિપોર્ટ અનુસાર, તેણે કહ્યું કે તે ઘરે પહોંચવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ તે તેમાં નિષ્ફળ નીવડ્યો હતો. તેણે આખી રાત જંગલમાં વિતાવવી પડી. તે ચાલતો જ રહ્યો પરંતુ જંગલમાંથી બહાર નીકળી જ શક્યો નહીં. એલ્સિયાએ પોતાની આપવીતી જણાવતાં કહ્યું કે, ભારે વરસાદમાં તે ગુફામાં સૂતો હતો અને છોડાનાં મૂળ, ફળો, નારિયેળ, પાણી, જીવજંતુઓ અને સડેલા લાકડાના લાર્વા ખાતો હતો. જંગલમાં રહેતો ત્યારે અવારનવાર જંગલી પ્રાણીઓનો સામનો થતો. કેટલીક વાર જંગલી જાનવરો હુમલો કરે ત્યારે તે ગુફા અને ઝાડ પર ચઢીને પોતાનો જીવ બચાવતો હતો.

3 વર્ષ બાદ એક ખેડૂતે એલ્સિયાને બચાવ્યો

બ્રાઝિલના રહેવાસી એલ્સિયાએ કહ્યું કે, હું થોડા સમય પછી સમજી ગયો હતો કે હવે અહીંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો નથી. હું જંગલમાં જમીનને બદલે ઝાડ પર જ સૂતો હતો. આજે એલ્સિયા ઉત્તર-પૂર્વ બ્રાઝિલના બાહિયા રાજ્યના બૈક્સિઓ ગામમાં લાઈફગાર્ડ તરીકે કામ કરે છે. 11 વર્ષની ઉંમરે એક ખેડૂતે તેને જંગલમાં જોયો અને બચાવી લીધો હતો. પરંતુ જંગલમાં વિતાવેલા 3 વર્ષ તેના જીવનને સંપૂર્ણપણે પ્રભાવિત કર્યા છે. અહીં રહેવાને કારણે તેનો અવાજ પણ કર્કશ થઈ ગયો છે.

ફરીથી માનવીની જેમ જીવન જીવવું અઘરું પડી રહ્યું હતું

હવે અલ્સિયો 53 વર્ષનો છે. જો કે, જંગલની દુનિયામાંથી બહાર આવ્યા બાદ તેને બહારનું ખાવાનું શીખવામાં પણ સમય લાગ્યો હતો. તેણે જણાવ્યું કે, જગલમાં પ્રાણીઓની જેમ જીવવું સરળ નથી. મારા પરિવારને લાગ્યું હતું કે હું મૃત્યુ પામ્યો છું, ત્યારબાદ એમ વિચારીને તેમણે મને શોધવાનું પણ બંધ કરી દીધું હતું. માનવીની જેમ જીવન જીવવું ફરી અઘરું પડી રહ્યું હતું. પરંતુ સમય જતાં એલ્સિયો રસોઈ બનાવતા શીખ્યો અને તેણે લગ્ન પણ કર્યા. હાલમાં તેની બે દીકરીઓ અને ચાર દોહિત્રી -દોહિત્ર છે.

આ પણ વાંચો: ટાઈગર ઈઝ હીયરઃ દીવાલ પર ફર્યો, આરામ કર્યો, સેંકડો લોકો જોતા રહ્યા

Back to top button