અભિનેત્રી સૌંદર્યાની હત્યા થઈ હોવાનો 22 વર્ષે ખુલાસો, દિગ્ગજ અભિનેતા પર આરોપ

- 22 વર્ષ પછી સાઉથના દિગ્ગજ અભિનેતા મોહનબાબુ પર સૌંદર્યાની હત્યા કરી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. અભિનેતા વિરુદ્ધ હત્યાનો કેસ પણ નોંધવામાં આવ્યો છે
HD ન્યુઝ ડેસ્કઃ અમિતાભ બચ્ચનની લોકપ્રિય ફિલ્મ ‘સૂર્યવંશમ’માં ‘રાધા’ની ભૂમિકામાં જોવા મળેલી અભિનેત્રી સૌંદર્યાના મૃત્યુનો ખુલાસો 22 વર્ષ પછી થયો છે. આ અભિનેત્રીનું 2004માં વિમાન દુર્ઘટનામાં અવસાન થયું હતું. હવે 22 વર્ષ પછી સાઉથના દિગ્ગજ અભિનેતા મોહનબાબુ પર સૌંદર્યાની હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે. અભિનેતા વિરુદ્ધ હત્યાનો કેસ પણ નોંધવામાં આવ્યો છે.
મોહનબાબુ વિરુદ્ધ હત્યાનો કેસ નોંધાયો
આંધ્ર પ્રદેશમાં એક વ્યક્તિએ સૌંદર્યાના મૃત્યુ માટે અભિનેતાને જવાબદાર ઠેરવીને ફરિયાદ નોંધાવી છે. તેમનું કહેવું છે કે સૌંદર્યાનું મૃત્યુ અકસ્માત નહોતું પણ એક હત્યા હતી, જેમાં મોહન બાબુ સંડોવાયેલા હતા. ઉલ્લેખનીય છે કે કન્નડ અભિનેત્રી સૌંદર્યાનું 17 એપ્રિલ 2004ના રોજ વિમાન દુર્ઘટનામાં અવસાન થયું હતું. આ અકસ્માતમાં આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન વાયએસ રાજશેખર રેડ્ડીનું પણ મૃત્યુ થયું હતું.
જમીન વિવાદમાં થઈ હતી હત્યા
એક મીડિયા રિપોર્ટ અનુસાર ફરિયાદીનો દાવો છે કે મોહન બાબુ લાંબા સમયથી સૌંદર્યા અને તેના ભાઈ પર જમીન વેચવા માટે દબાણ કરી રહ્યા હતા. આ કારણે અભિનેતાએ સૌંદર્યાની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. એવું કહેવાય છે કે અભિનેત્રીના મૃત્યુ પછી, મોહનબાબુએ તેમની જમીન પર ગેરકાયદેસર રીતે કબજો કરી લીધો હતો. ફરિયાદીએ કહ્યું છે કે તે પોલીસ પાસેથી રક્ષણની માંગ કરી રહ્યો છે કારણ કે મોહનબાબુ તેને ગમે ત્યારે નુકસાન પહોંચાડી શકે છે.
મોહનબાબુએ કન્નડ-તેલુગુ ફિલ્મોમાં ખલનાયકની ભૂમિકા ભજવી છે. અભિનેત્રી સૌંદર્યા અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ ‘સૂર્યવંશમ’માં જોવા મળી હતી. આ અભિનેત્રીએ 2004માં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. 17 એપ્રિલ, 2004ના રોજ તે એક રાજકીય રેલીમાં હાજરી આપવા માટે વિમાનમાં હતી. તેનો ભાઈ પણ તેની સાથે હતો. ઉડાન દરમિયાન વિમાનમાં આગ લાગી હતી, જેમાં ઘણા મુસાફરોના મોત થયા હતા. અકસ્માત પછી સૌંદર્યાનો મૃતદેહ પણ મળી આવ્યો ન હતો.
આ પણ વાંચોઃ IIFA માં બેસ્ટ સિંગર નોમિનેશન ન મળતાં સોનુ નિગમ થયા નારાજ, રાજસ્થાન સરકારને સંભળાવી દીધું